Thursday, April 11, 2024
Google search engine
HomeNationalઆર્મી જવાને 10 મહિનાની દીકરીને જમીન પર પટકી પટકીને મારી નાખી

આર્મી જવાને 10 મહિનાની દીકરીને જમીન પર પટકી પટકીને મારી નાખી

હૃદય હચમચાવી નાખતી એક ઘટના હાલમાં જ બની હતી. એક પિતાએ 10 મહિનાની પોતાની માસૂમ દીકરીને જમીન પર પટકી પટકીને મારી નાખી. આ વાત સાંભળીને આસપાસના લોકો પણ આઘાતમાં છે. પત્ની સાથેના ઝઘડામાં સૈનિક પિતાએ દીકરીને મારી નાખી હોવાનું માનવામાં આવે છે. જોકે, લોકોના મનમાં તો એક જ સવાલ છે કે આખરે તે માસૂમ બાળકીનો શું વાંક હતો.

આ ઘટના પંજાબની છે. આરોપી પિતા સૈનિક છે. હાલમાં તે અંબાલામાં છે. હત્યાકાંડમાં આરોપીના માતા-પિતાનું નામ પણ સામેલ છે. પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ કર્યો છે. મુખ્ય આરોપી એટલે કે બાળકીનો પિતા ફરાર છે જ્યારે પોલીસે આરોપીના પિતાને પકડી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, અંબાલા કેન્ટમાં તૈનાત સૈનિક સતનામ સિંહના લગ્ન દોઢ વર્ષ પહેલાં ફિરોઝપુરમાં રહેતી અમનદીપ કૌર સાથે થઈ હતી.

લગ્નના થોડાં સમય બાદ સતનામ પોતાના પેરેન્ટ્સ સાથે મળીને અમનદીપ સાથે ઝઘડવા લાગ્યો હતો. તે અમનદીપના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે અમનદીપને ઘરમાંથી હાંકી કાઢી હતી. અમનદીપ તે સમયે ગર્ભવતી હતી. સતનામે પત્નીને ડિવોર્સ આપવા કેસ ફાઇલ કર્યો હતો. અમનદીપે સેનાના અધિકારીઓ આગળ સતનામની ફરિયાદ કરી હતી. આ કેસમાં સેનાના અધિકારીઓએ બંને સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન અમનદીપે પિયરમાં બાળકીને જન્મ આપ્યો હતો. તેણે દીકરીનું નામ રહમત કૌર રાખ્યું હતું.

દીકરીના જન્મ બાદ પણ બંને પરિવાર વચ્ચે ઝઘડો થતો હતો. થોડાં દિવસ પહેલાં જ સેનાના અધિકારીઓએ બંનેને બોલાવીની વાત કરી હતી અને બંનેને 20 દિવસ સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સતનામ પત્નીને દીકરીને લઈને આવ્યો હતો. 20 દિવસમાં રોજે રોજ ઝઘડા થતા હતા. સતનામ, પિતા સુખચૈન તથા માતા સ્વર્ણ કૌર ઝઘડો કરતા હતા. તેઓ અમનદીપને દીકરીને જન્મ આપ્યો કહીને હેરાન કરતા હતા. અમનદીપના પિતા દીકરી ને દોહિત્રી માટે કપડાં લઈને આવ્યા હતા. (તસવીર-ઘટના બાદ મૃતક દીકરીના દાદાની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.) 

અમદનદીપના પતિ તથા સાસુ-સસરાએ ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સતનામે અમનદીપના હાથમાં દીકરીને ઝૂંટવી લીધી હતી અને જમીન પર પટકી પટકીને મારી નાખી હતી. અમનદીપના પિતાએ બૂમાબૂમ કરી દીધી હતી. આસપાસના લોકો જમા થઈ ગયા હતા. બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટર્સે મૃત ઘોષિત જાહેર કરી હતી. મૃતક બાળકીના દાદા હાથમાં ઈજા થઈ હોવાનું કહીને સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. અહીંથી પોલીસે ધરપકડ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page