Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalએલ.કે.અડવાણી અને પુત્રી પ્રતિભા અડવાણીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

એલ.કે.અડવાણી અને પુત્રી પ્રતિભા અડવાણીએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે. ત્યારે લાલકૃષ્ણ અડવાણી અને તેમની પુત્રી પ્રતિભા અડવાણી સુષ્મા સ્વરાજના પાર્થિવદેહને જોઈ ખૂબ જ ભાવુક થઈ ગયા હતાં. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામગોપાલ વર્મા પણ બહુ જ ભાવુક થઈ ગયા હતાં અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા હતાં.


લાલકૃષ્ણ અડવાણી અને તેમની પુત્રી પ્રતિભા અડવાણી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં જ્યાં સુષ્મા સ્વરાજના પરિવાજનોને જોઈને લાલકૃષ્ણ અડવાણી ભાવુક થઈને રડવા લાગ્યા હતાં જોકે તેની પુત્રી પ્રતિભા પણ સુષ્મા સ્વરાજની પુત્રીને ગળે મળતી વખતે રડતી જોવા મળી હતી. પ્રતિભા અડવાણી તો સુષ્માની દીકરી બાંસુરીને ભેટીને રડવા લાગ્યા હતા.


આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામગોપાલ વર્મા સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતાં જ્યાં તેઓ પણ અત્યંત ભાવુક જોવા મળ્યાં હતાં. સુષ્માને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page