Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratMLA GUJARAT લખેલી ઈનોવામાં બીયર-દારૂની બોટલો મળી, આરોપીઓની જીભ તોતડાતી હતી અને...

MLA GUJARAT લખેલી ઈનોવામાં બીયર-દારૂની બોટલો મળી, આરોપીઓની જીભ તોતડાતી હતી અને…

ગુજરાતના એક મોટા નેતાનો દીકરો દારૂની બોટલો સાથે ઝડપાયો છે. લુણાવાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્ર મહર્ષી હીરાભાઈ પટેલ દારૂ અને બીયરની 39 બોટલ સાથે ઝડપાઇ ગયો છે. બાકોર પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે તેમનો પુત્ર દારૂ સાથે ઝડપાઈ જતા રાજકારણ ગરમાયું છે.

બંને આરોપીની જીભ તોતડાતી હતી
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન જેતપુર ગામમાં રહેતા જસંવતભાઈ વિરાભાઈ પટેલે ફોન કરીને પોલીસને જાણ કરી હતી કે, અમારા ઘર પાસે ઈનાવા ગાડીમાં બે માણસો માથાકુટ કરે છે. જેથી પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે સમયે બે માણસો જસંવતભાઈ સાથે બોલાચાલી કરતા હતા અને ત્યાં આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા ઈનોવા કારમાંથી બીયર અને દારૂની 39 બોટલ મળી આવી હતી. ગાડીમાં બેઠેલા માણસોની પૂછપરછ કરતા એક આરોપી મહર્ષી હીરાભાઈ પટેલ (ઉ.27) અને બીજો આરોપી શુભમ શોધનભાઈ મહાજન (ઉ.27) હોવાનું બહાર આવ્યું હતું. તેની જીભ પર તોતડાતી હતી. પોલીસે બંને પાસે દારૂની પરમીટ માંગતા તેમની પાસેથી પરમીટ મળી નહોતી.

કાર પર MLA GUJARAT લખ્યું હતું
બાકોર પોલીસે MLA GUJARAT લખેલી ઈનોરા કાર (GJ-35-B-8011) અને દારૂ-બીયરની 39 બોટલ કિંમત 6,100 રૂપિયા સહિત કુલ 10.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ દારૂ સરથુણા ઠેકા પરથી પીવા માટે લાવ્યા હતા.

એક આરોપી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો પુત્ર છે
બે આરોપી પૈકી એક આરોપી કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય હીરાભાઈ પટેલનો પુત્ર મહર્ષી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાટીનેભાજપમાં જોડાયા હતા અને હવે તેમનો પુત્ર દારૂ સાથે પકડાઈ જતા મહીસાગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સરપંચ સાથે ઝઘડો કર્યો હતો
મહીસાગર ડીવાયએસપી પી એસ વળવીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામના સરપંચ જશુભાઈની સાથે માજી ધારાસભ્ય હીરાભાઈ પટેલના પુત્ર મહર્ષીએ ફોન પર ઝઘડો કર્યો હતો. જેથી સરપંચે પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈનાવા કારમાંથી દારૂ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી મહર્ષી હીરાભાઈ પટેલ શુભમ મહાજનને પકડવામાં આવ્યા છે અને ગાડીમાંથી દારૂ મળી આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page