Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી સ્લેટરે ફ્લાઈટમાં મહિલાઓ સાથે કર્યો ખરાબ વ્યવહાર, પ્લેનમાંથી ઉતારી...

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ખેલાડી સ્લેટરે ફ્લાઈટમાં મહિલાઓ સાથે કર્યો ખરાબ વ્યવહાર, પ્લેનમાંથી ઉતારી દેવાયો

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર માઈકલ સ્લેટરને બે મહિલાઓ સાથે ખરાબ વર્તનના કારણે ફ્લાઈટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. સ્લેટર કાંટસની ફ્લાઈડથી ન્યૂ સાઉથ વેલ્સના વગ્ગા વગ્ગા સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ સિડનીથી ઉડાન ભર્યા બાદ ફ્લાઈટમાં સ્લેટરની બે મહિલાઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ તેણે પોતાને બાથરૂમમાં બંધ કરી લીધો હતો. સ્લેટર બાથરૂમ બહાર આવતો નહોતો, જેથી સિક્યુરિટી ગાર્ડની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો.

સ્લેટરે બાદમાં પોતાના વર્તન અંગે માંગી માફી

સ્લેટરને પોતાના ખરાબ વર્તન માટે બાદમાં માફી માંગી લીધી હતી. વન-ડે અને ટેસ્ટમાં નિવૃત્તિ લીધા બાદ સ્લેટરે ક્રિકેટ કમેન્ટેટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તેણે આઈપીએલની 12મી સિઝનમાં પણ કમેન્ટ્રી કરી હતી. તે વર્લ્ડકપ માટે પસંદગી પામેલા કમેન્ટેટર્સની પેનલમાં સામેલ છે.

સ્લેટરે કહ્યું, “વગ્ગા વગ્ગા માટે ફ્લાઈટ પકડ્યા બાદ બે મિત્રો સાથે બોલાચાલી થઈ હતી. જેનાથી બીજા યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એ માટે હું માફી માંગું છું.” આ માટે એરલાઈન્સે કહ્યું હતું કે, “ભૂતપૂર્વ ક્રિકેટરને ફ્લાઈટની ઉડાન ભરતા પહેલા બાથરૂમમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું., તેણે ક્રુ મેમ્બર્સ દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કર્યો હતો.”

સ્લેટરે ઓસ્ટ્રેલિયા માટે બનાવ્યા છે 5 હજાર ટેસ્ટ રન

સ્લેટરે ઈંગ્લેન્ડ સામે 1993માં ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે છેલ્લી ટેસ્ટ 2001માં ઈંગ્લેન્ડ સામે જ રમી હતી. જ્યારે છેલ્લી વન-ડે 1997મા ઈંગ્લેન્ડ સામે જ રમી હતી. સ્લેટરે 74 ટેસ્ટમાં 42.83ની સરેરાશથી 5312 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 21 અડધી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર 219 રન છે. જ્યારે વન-ડેમાં તેણે 24.07ની સરેરાશથી 987 રન બનાવ્યા હતા. જેમાં 9 અડદી સદી સામેલ છે. તેનો હાઈએસ્ટ સ્કોર 73 રન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page