Friday, April 12, 2024
Google search engine
HomeNationalપરિવારમાં એક સાથે ચાર-ચાર અર્થીઓ ઉઠી, ઘરડી માતા દીકરા-વહુના મોતથી ભાંગી પડી

પરિવારમાં એક સાથે ચાર-ચાર અર્થીઓ ઉઠી, ઘરડી માતા દીકરા-વહુના મોતથી ભાંગી પડી

પરિવારમાં જ્યારે એક સાથે ચાર ચારના મોત થાય ત્યારે અન્ય સંબંધીઓ માટે આ વાતનો સ્વીકાર કરવો કેટલો મુશ્કેલ થઈ જાય તેની કલ્પના પણ થઈ ના શકે. હાલમાં જ એક પરિવારના ચારે ચાર સભ્યોના મોત થતાં આખા પરિવારનો સફાયો થયો હતો.

આ ઘટના મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ જતાં એક પરિવારની છે. અકસ્માત મધ્ય પ્રદેશના સાગરની છે. મૃતકો હરદામાં રહેતા હતા. આયશર ટ્રક ને કાર વચ્ચે થયેલી ટક્કરમાં પતિ-પત્ની અને બે દીકરીઓના મોત થયા હતા. આ અકસ્માત સાગર-રાહતગઢ પર આવેલા બેરખેડી પાસે સર્જાયો હતો. આ ચારેયના અંતિમ સંસ્કાર 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં 40 વર્ષીય મોહિત શુક્લા, પત્ની દક્ષા (35), દીકરી માન્યા (8) તથા લાવણ્યા (14)નું મોત નીપજ્યું હતું.

માતા દીકરાનો ચહેરો પણ જોઈ ના શકીઃ સોમવાર, 3 ઓક્ટોબરની સવારે પતિ-પત્ની ને બે દીકરીઓની લાશ હરદા લાવવામાં આવી હતી. પરિવારના સભ્યો નવ વાગે સ્મશાન લઈને ગયા હતા. ચારેય લાશોના ટૂકેડા ટૂકડા થઈ ગયા હતા. આ જ કારણે પરિવારના અન્ય સભ્યોને કોઈના ચહેરા બતાવવામાં આવ્યા નહોતા. મોહિતની વૃદ્ધ માતા શકુંતલા દેવી પોતાના પુત્ર-વહુ ને બે પૌત્રીઓનો ચહેરો જોવા માટે વિનંતી કરતી હતી. માતાએ કાળજાના કટકાનો ચહેરો પણ છેલ્લીવાર જોયો નહોતો. ઘરમાંથી એક સાથે ચાર-ચાર અર્થીઓ ઉઠતા પરિવાર જ નહીં આસપાસના લોકોની આંખો પણ ભરાઈ ગઈ હતી. દક્ષા તથા મોહિતના અલગ અલગ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બંને દીકરીઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર થયા હતા. મોહિતના કાકાના દીકરાએ મુખાગ્નિ આપ્યો હતો.

દોઢ વર્ષ પહેલાં પિતાનું અવસાનઃ મોહિતના પિતા રમાકાંતનું દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું. મોહિત ઈન્દોરમાં નોકરી કરતો અને રજાના દિવસે હરદા આવતો હતો. પત્ની તથા બંને દીકરીઓ માતા શકુંતલા દેવી સાથે રહેતા હતા. બંને દીકરીઓ દાદા વગર એક મિનિટ પણ રહેતી હતી. દાદા બંને પૌત્રીઓને યાદ કરીને રડતા હતા.

દક્ષાના પિતાના આંખમાંથી આંસુ હજી નથી સૂકાયાઃ દક્ષાના 71 વર્ષીય પિતા દ્વારકાનાથ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન તે બબડતા હતા કે તેમની દીકરી ક્યારેય ગુસ્સે થઈ નથી. દીકરી-જમાઈ ને ભાણીઓના ચહેરા જોયા વગર આ રીતે અંતિમ સંસ્કાર કરવા પડશે તેવી તેમણે ક્યારેય કલ્પના કરી નહોતી. આ ઉંમરે કેમ તેમણે આવા દિવસો જોવા પડ્યા.

મોહિત મોટાભાઈના ઘરે રોકાયો હતોઃ મોહિત પરિવાર સાથે શનિવાર, 1 ઓક્ટોબરના રોજ હરદાથી નીકળ્યો હતો. ભોપાલમાં મોટાભાઈના ઘરે રાત રોકાઈને સવારે અષ્ટમી પૂજન માટે ઉત્તર પ્રદેશ જવા માટે બે કાર નીકળી હતી. એક કારનો ગંભીર અકસ્માત થયો હતો અને તે કારમાં મોહિત પત્ની ને બે દીકરીઓ સાથે બેઠો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page