Saturday, April 13, 2024
Google search engine
HomeNationalબોલિવૂડ, આઇટી, ટુરિઝમ, હર્બલ ક્ષેત્રે કાશ્મીરમાં રોકાણ કરી રોજગારી અપાશે: PM મોદી

બોલિવૂડ, આઇટી, ટુરિઝમ, હર્બલ ક્ષેત્રે કાશ્મીરમાં રોકાણ કરી રોજગારી અપાશે: PM મોદી

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના ચોથા દિવસે એટલે ગુરૂવારે રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ સંબોધન કર્યું હતું જેમાં ખાતરી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરને થોડા સમય માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે. લોકતંત્રની પ્રક્રિયામાં અગાઉની જેમ જ લોકો પોતાના ધારાસભ્યો અને મુખ્યમંત્રીને ચૂંટી શકશે.

કલમ 370 ખતમ કરવાની વાસ્તવિકતા જણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મને આ પરિવર્તનમાં દરેક હિન્દુસ્તાનીનો સાથ જોઈએ. તેમણે ઉદ્યોગપતિઓને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાનું આહ્વાન કર્યું છે. આ સાથે હિન્દી, તમિલ, તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને પોતાના પ્રોજેક્ટ્સમાં આ રાજ્યને પ્રાથમિક્તા આપવાની અપીલ કરી છે. તેમણે ટેક્નોલોજીની દુનિયાના લોકોને પણ જમ્મુ-કાશ્મીર તરફ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ટેક્નોલોજીના વિસ્તારની સાથે જ રાજ્યમાં રોજગારની તકો વધશે.


વડાપ્રધાન મોદીએ કાશ્મીરી કાહવા, સફરજન, ખુબાની અને લદ્દાખની હર્બલ મેડિસિન અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું વિશ્વભરમાં માર્કેટિંગ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે દેશના ઉદ્યોગપતિઓ, એક્સપોર્ટ, ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રના લોકોને આગ્રહ કર્યો હતો કે કાશ્મીરની પ્રોડક્ટ વિશ્વભરમાં પહોંચાડવા માટે આગળ આવે.

મોદીએ કહ્યું હતું કે, કલમ 370 અને 35એએ જમ્મુ-કાશ્મીરને ભાગલાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર સિવાય કંઇ આપ્યું નથી. આ બંને કલમોનો દેશ વિરૂદ્ધ કેટલાક લોકોની લાગણીઓ ભડકાવવા પાકિસ્તાને હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. જેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં 42,000 નિર્દોષ લોકો માર્યા ગયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page