Thursday, April 11, 2024
Google search engine
HomeNationalવિદ્યાર્થીએ બાથરૂમમાં મહિલા ટીચરનો બનાવ્યો અશ્લીલ વીડિયો પછી.....

વિદ્યાર્થીએ બાથરૂમમાં મહિલા ટીચરનો બનાવ્યો અશ્લીલ વીડિયો પછી…..

મહારાષ્ટ્રમાં પુણેમાં એક સગીર વિદ્યાર્થીએ ચોંકાવનારી હરકત કરી છે. આરોપ છે કે, તેણે પોતાની ટ્યૂશન ટીચરનો અશ્લીલ વીડિયો બનાવ્યો છે. વિદ્યાર્થીની ઉંમર 16 વર્ષની છે. તે 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાએ તેને ઘરે ભણાવવા માટે એક મહિલા ટીચરને જવાબદારી આપી હતી. મહિલા ટીચર આરોપી વિદ્યાર્થીને પુણેના કોથરૂડ વિસ્તારમાં ઘર આવીને ભણાવતી હતી. તે આરોપી વિદ્યાર્થીને અંગ્રેજી ભણાવતી હતી.

મહિલા ટીચરને પોતાના વિદ્યાર્થીની કરતૂતની શુક્રવારે ખબર પડી હતી. જ્યારે તે તેને ટ્યૂશન માટે ઘરે આવતી હતી તે સમયે ટીચર જ્યારે છાત્રના ઘરના બાથરૂમનો ઉપયોગ કરવા માટે બાથરૂમ ગઈ ત્યારે તેને સાબુના ડબ્બાની પાછળ એક વસ્તુ ચમકતી જોવા મળી હતી. ટીચરે સાબુના ડબ્બો હટાવ્યો તો તેને ત્યાં મોબાઈલ મળ્યો હતો જેમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ હતું.

ટીચર તે મોબાઈલ પોતાની સાથે ઘરે લઈ અને તે ચેક કર્યો તો ટીચરના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. કારણ કે મોબાઈલમાં તેના બહુ વીડિયો મળ્યાં હતાં. આ બધાં વીડિયો બાથરૂમમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતાં. મોબાઈલમાં પોર્ન સાઈટના વીડિયો અને એક કોલ ગર્લ સાથે અશ્લીલ ચેટિંગ પણ મળ્યું હતું. ઘરે માતા-પિતાની વચ્ચે થયેલા ઝઘડો અને વીડિયો પણ મોબઈલમાં એક ફોલ્ડરમાં મળ્યો હતો.

મહિલા ટીચરે પુણેના અલંકાર પોલીસ સ્ટેશનમાં 16 વર્ષના સગીરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી સીગર વિદ્યાર્થીની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સગીર હોવાને કારણે આ 16 વર્ષના છોકરાને બાળ નીરિક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page