Tuesday, April 23, 2024
Google search engine
HomeNationalસ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, વ્હોટ્સએપ પર થતી યુવક અને યુવતીઓની...

સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, વ્હોટ્સએપ પર થતી યુવક અને યુવતીઓની ડીલ

ગાજીયાબાદના પોશ વિસ્તારમાંથી મહાગુન મોલમાં સ્પા સેન્ટરની આડમાં ગંદો ધંધો ચાલતો હતો અને કોઈને ખબર પણ નહોતી. ગાજીયાબાદમાં પ્રખ્યાત મોલ મહાગુનના બેસમેન્ટમાં આવેલ એક સ્પા સેન્ટરના નામ પર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. સ્પા સેન્ટરમાં આડમાં ગંદા ધંધાની જાણકારી મળી તો પોલીસની એક ટીમે સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતાં. તે સમયે ઘણી યુવતીઓ અને યુવકો આપત્તિજનક સ્થિતિમાં પકડાયા હતાં જેમને જોઈ પોલીસ પણ શરમાઈ ગઈ હતી અને આંખો બંધ કરી દીધી હતી. દરોડા પાડ્યા ત્યાંથી પોલીસને અશ્લીલ વીડિયો પણ મળ્યાં હતાં.

ગાજીયાબાદના વૈશાલી સેક્ટર 3ના મહાગુમ મોલના બેસમેન્ટમાં સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો તેવું પોલીસે ખુલાસો કર્યો હતો. ગુરૂવારે રાતે પોલીસે સ્પા સેન્ટર પર દરોડા પાડીને પાંચ યુવકો અને ચાર યુવતીઓની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળે પોલીસે 13100 રૂપિયા મળી આવ્યા હતાં. સ્પા સેન્ટર સંચાલક ફરાર છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહાગુન મોલના બેસમેન્ટમાં આવેલ એક સ્પા સેન્ટરમાં દેહ વ્યાપાર ચલાવતાં હોવાની ફરિયાદ મળી હતી. આ સંબધમાં એક વીડિયો પણ પોલીસને મળ્યો હતો. ફરિયાદ અને વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાતમીના આધારે કૌશાંબી અને ઈન્દિરાપુરમ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતાં સ્પા સેન્ટર પર દરોડા માર્યા હતાં.

આ દરમિયાન બે યુવક અને બે યુવતીઓ આપત્તિજનક સ્થિતિમાં મળ્યાં હતાં. ટીમે સ્પા સેન્ટરમાં નિવાસી મંડાવલી દિલ્હી, રાશીદ અલ્વી પુરાની સીમાપુરી દિલ્હી, અજય કુમાર રહેવાસી સીમાપુરી, કુનાલ કુમાર રહેવાસી સાબિબાબાદ, અંકિત રહેવાસી ઈન્દિરાપુરમ સહિત ચાર મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્પા સેન્ટરમાં દિલ્હી અને ગાજીયાબાદના ગ્રાહક આવતાં હતાં. સંચાલક વ્હોટ્સએપના માધ્યમથી કોલ કરીને ગ્રાહક સાથે વાત કરતો હતો. પોલીસ સંચાલનની હાલ શોધખોળ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સ્પા સેન્ટરમાં દરોડા દરમિયાન દિલ્હીની યુવતીઓ પકડાઈ છે. પૂછપરછમાં યુવતીઓએ જણાવ્યું કે, સંચાલકે તેમને વધારે પૈસા કમાવવાની લાલચ આપીને અહીં લાવ્યો હતો. થોડા દિવસો બાદ યુવતીઓએ અહીં આવવાનું શરૂ કર્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page