Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodNMACC લોંચ સેરેમેનીમાં અંબાણીની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો બ્યુટીફૂલ લૂક

NMACC લોંચ સેરેમેનીમાં અંબાણીની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો બ્યુટીફૂલ લૂક

રાધિકા મર્ચન્ટ જલ્દી જ અંબાણી પરિવારની પુત્રવધૂ બનવા જઈ રહી છે. પોતાની ક્યુટ સ્માઈલના કારણે રાધિકાએ સોશિયલ મીડિયામાં પોતાના ઘણા ફેન્સના દિલ જીત્યાં છે. સુંદર દેખાવાની સાથે જ રાધિકાની ફેશન સેન્સ પણ શાનદાર છે. આ વાતનો અંદાજો NMACC કાર્યક્રમમાં રાધિકા મર્ચન્ટનો આઉટફિટ જોઈને લગાવી શકાય છે.

NMACC કાર્યક્રમની ગ્રાન્ડ ઓપનિંગવાળા દિવસે રાધિકા મર્ચન્ટે બ્લેક અને વ્હાઈટ કલરની ઈન્ડો-વેસ્ટર્ન સાડી પહેરી હતી. રાધિકાએ જે સાડી પહેરી હતી તેમાં વ્હાઈટ કલરના દોરાથી ફ્લોરલ એમ્બ્રોડરી કરેલી હતી. આ સાડીમાં રાધિકાએ મેચિંગ સ્વીટહાર્ટ નેકલાઈન બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં બલુન સ્ટાઈલ સ્લીવ્સ હતી.

તમને જણાવી દઈએ કે રાધિકાની આ સાડી shahab-Durazi બ્રાન્ડની છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ સાડીની કિંમત લગભગ 5,85,000 રૂપિયા કહેવામાં આવી રહી છે. આ સાડી સાથે રાધિકાએ ડાયમંડ અને રૂબીનો નેકલેસ, મેચિંગ રિંગ, ડાયમંડ ઈયરરિંગ અને બ્રેસલેટ પહેર્યું હતું. પોતાના લૂકને કમ્પલીટ કરવા રાધિકાએ બોલ્ડ લિપસ્ટિક અને આઈ મેક-અપ કર્યો હતો.

આ આઉટફિટ સાથે રાધિકાએ સિલ્વર કલરની ‘Hermes Kellymorphose’ બેગ પણ કેરી કરી હતી. જેની કિંમત 52 લાખ કહેવામાં આવી રહી છે. સિલ્વર રંગની મીની બેગમાં ફ્રન્ટ ફ્લૅપ છે જેમાં સિગ્નેચર કેલી ડિઝાઈન તેમજ ચેઈનમેલ બોડી, ટૂંકા પટ્ટા અને ક્લોચ સાથે લોન્ગ શોલ્ડર ચેન છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આર્મ કેન્ડીની કિંમત 63,750 ડોલર એટલે કે 52 લાખ 30 હજાર રૂપિયા છે.

તે જ સમયે, આ ઇવેન્ટમાં અનંત બ્લેક કલરની શેરવાનીમાં સેલ્ફ પ્રિન્ટેડ મોટિફમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. જો કે, અનંતનો કોટ ચાંદીના બટનોથી જડાયેલો હતો અને ચમકતો બ્રોચ પણ પહેર્યો હતો જ્યાં દરેકની નજર ગઈ હતી. આ દરમિયાન કપલ પાપારાઝી માટે હાથમાં હાથ નાખીને પોઝ આપતા જોવા મળ્યા હતા.

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં આખો અંબાણી પરિવાર જોવા મળ્યો હતો. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે પાર્ટીમાં ધૂમ મચાવી હતી. કપલ ઓલ-બ્લેક કપડાંમાં જોવા મળ્યું હતું. અનંત અંબાણીએ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે મેચિંગ કર્યું હતું. અનંત અંબાણી બ્લેક કલરના બંધગળા વાળા આઉટફિટમાં જોવા મળ્યા હતા. જ્યારે ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ પહેરીને રાધિકાએ પોતાનો ટ્રેડિશનલ લુક પૂરો કર્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page