Thursday, May 2, 2024
Google search engine
HomeBollywoodઅંબાણી પરિવારની મોટી વહુ બીજી વાર બનવા જઈ રહી છે માતા, જુઓ...

અંબાણી પરિવારની મોટી વહુ બીજી વાર બનવા જઈ રહી છે માતા, જુઓ બેબી બમ્પની તસવીરો

મુકેશ અંબાણીના પરિવારમાં ફરી એકવાર ખોળાના ખુંદનારનું આગમન થવાના સમાચાર સામે આવ્યા છે. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા ફરી એકવાર ગર્ભવતી બની છે અને તેણીએ એ વાતનો અણસાર 1 એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના શુભારંભે પ્રસંગે આપી દીધો હતો. ફરી એકવાર મુકેશ અની નીતા અંબાણી દાદા દાદી બનવા જઇ રહ્યા છે. શ્લોકા અને આકાશને આ પહેલા એક સંતાન છે જેનું નામ પૃથ્વી રાખવામાં આવેલું છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા ફરી માતા-પિતા બનવાના છે. તાજેતરમાં શ્લોકા અંબાણી બેબી બમ્પ ફલોન્ટ કરતી નજરે પડી હતી. ફરી એકવાર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છવાશે.

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના ધનિકોની યાદીમાં ટોપ -10માં સામેલ મુકેશ અંબાણીના ઘરમાં ફરી એકવાર બાળકનો કલ્લોલ ગુંજવાનો છે. તાજેતરમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ ગર્ભવતી હોવાનો ઇશારો કર્યો હતો.

શ્લોકાએ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટર (NMACC) ઇવેન્ટમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને તેણીની બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. શનિવારની ઇવેન્ટ માટે, શ્લોકાએ તેના બેબી બમ્પને ટુ પીસમાં ફ્લોન્ટ કર્યો હતો. આનો ખુલાસો મેક અપ આર્ટિસ્ટ પુનીત બી સૈનીએ પોતાના ઇનસ્ટાગ્રામ પોસ્ટ દ્રારા કર્યો છે.

મેક અપ આર્ટિસ્ટ પુનીત બી સૈનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ પોસ્ટ શેર કરી છે, જેમાં શ્લોકા અંબાણીએ ક્રીમ કલરના સ્કર્ટની સાથે ગ્રીન કલરનું ક્રોપ ટોપ પહેરેલું હતું. કાનની બુટ્ટી અને હાથમાં ફુલો સાથે શ્લોકાના ચહેરા પર ગ્લો દેખાતો હતો. તે અપ્સરા જેવી સુંદર દેખાતી હતી.

શ્લોકા અને આકાશ અંબાણીના લગ્ન વર્ષ 2019માં ધામધૂમથી થયા હતા અને 10 ડિસેમ્બર 2020ના દિવસે શ્લોકાએ બાળકને જન્મ આપ્યો હતો. શ્લાકો અને આકાશના સંતાનનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખવામાં આવ્યું છે. મુકેશ અને નીતા અંબાણી પહેલીવાર દાદા-દાદી બનીને ખુશ થયા હતા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા પણ બે જોડિયા બાળકોની માતા બની છે.

શ્લોકા મહેતા દુનિયાની જાણીતી ડાયમંડ કંપની રોઝી બ્લુના માલિક રસેલ મહેતાની દીકરી છે અને તે પ્રિન્સટોન યુનિવર્સિટી ન્યુ જર્સી, અમેરિકા અને લંડલ સ્કુલ ઓફ ઇકોનોમીક એન્ડ પોલીટિકલ સાયન્સ ભણેલી છે. તેની પાસે એન્થ્રોપોલીજી માસ્ટર ઓફ લોની ડિગ્રી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page