Friday, April 12, 2024
Google search engine
HomeNational13-13 લગ્ન કર્યા, આજે તમામ પતિઓ પેટ ભરીને પસતાય છે

13-13 લગ્ન કર્યા, આજે તમામ પતિઓ પેટ ભરીને પસતાય છે

રાજસ્થાનમાં લગ્નના નામે દિવસે ને દિવસે લૂંટની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. બાડમેર પોલીસે એક એવી ખતરનાખ મહિલાની ધરપકડ કરી છે જે અત્યાર સુધી 13 યુવકોને પોતાનો શિકાર બનાવી ચૂકી હતી. લગ્ન કર્યાં બાદ આ મહિલા લોકોને ખોટી રીતે ફસાવવાની ધમકી આપીને રોકડા અને દાગીના લઈને ફરાર થઈ જતી હતી. પોલીસે જણાવ્યું કે, મહિલા પોતાને કુંવારી, વિધવા અને ડાઈવોર્સ હોવાનું કહીને લોકોને ફસાવતી અને લૂંટીને ફરાર થઈ જતી હતી. હવે આ લૂંટેરી દુલ્હનને પોલીસે જેલમાં ધકેલી દીધી છે.

જોકે, બાડમેર જિલ્લાના ચૌહટનના ઈશ્વરપુરા કપરાઉં નિવાસી 38 વર્ષ જીયોદેવી પોતાને કુંવારી હોવાનું કહીને લોકો સાથે પહેલા લગ્ન કરતી હતી અને પછી તેને લૂંટીને ફરાર થઈ જતી હતી. મહિલાના ચૂંગલમાં ફસાયેલા માપુરી નિવાસી રામારામ પુત્ર જોગારામે 37 ઓગસ્ટે ચૌહટન પોલીસ સ્ટેશનમાં જીયોદેવીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ઉપરાંત નાગૌરના મેડતા રહેવાસી ભીખારામ પુત્ર રૂપારામે પણ જીયોદેવીની વિરુદ્ધ કુચેરા પોલીસ સ્ટેશનમાં લગ્ન કરીને દાગીના અને રોકડા રૂપિયાની લૂંટીને ફરાર થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી.

ચૌહટન પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે, જીયોદેવીએ અલગ-અલગ 13 લોકોની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. એસએચઓના જણાવ્યા પ્રમાણે, ઘણાં કેસમાં જાણવા મળ્યું છે કે, મહિલા લોકોને બ્લેકમેઈલ કરીને ફસાવતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચૌહટન પોલીસ સ્ટેશનમાં જીયોદેવીની વિરુદ્ધ ઘણી જગ્યાએ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આરોપી મહિલા લોકોને પહેલા ફસાવતી હતી અને પછી લૂંટીને નવા લગ્ન કરતી હતી. ઘણા લોકોને તો ડાઈવોર્સ હોવાનું કહીને આ મહિલાએ લગ્ન કર્યા હતાં જ્યારે ઘણાં લોકોને વિધવા અને કુંવારી હોવાનું કહ્યું હતું. પોલીસ સ્ટેશનમાં ઘણી ફરિયાદો હોવાને કારણે પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી ત્યાર બાદ કોર્ટમાં હાજર કરી હતી જ્યાં જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page