Saturday, April 13, 2024
Google search engine
HomeNationalલગ્નની પહેલી રાત્રિએ દુલ્હાએ દુલ્હનનો કૌમાર્ય ટેસ્ટ કર્યો, પછી દુલ્હને કર્યો મોટો...

લગ્નની પહેલી રાત્રિએ દુલ્હાએ દુલ્હનનો કૌમાર્ય ટેસ્ટ કર્યો, પછી દુલ્હને કર્યો મોટો ઘટસ્ફોટ

એક શોકિંગ અને આશ્ચર્ય કરી દેતો મામલો સામે આવ્યો છે. આજના કમ્પ્યુટરના યુગમાં પણ સુહાગરાત પર એક નવપરિણીતાનો તેના સાસરિયાએ કૌમાર્યનો ટેસ્ટ લીધો હતો. એટલું જ નહીં કૌમાર્ય ટેસ્ટમાં ફેઈલ થઈ હતી. નવપરિણીતાએ આ અંગે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ સાસસરિયાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

રાજસ્થાનના ભીલવાડમાં આ ચોંકાવી દેતો કિસ્સો બન્યો છે. એક યુવતીના ભીલવાડમાં રહેતા યુવક સાતે 11 મેના રોજ લગ્ન થયા હતા. લગ્ન કરીને નવવધુ નવો સંસાર શરૂ કરવાના સપના જોઈને સાસરીમાં આવી હતી. પણ સુહાગરાતમાં જે થયું એણે સૌને ચોંકાવી દીધા હતા. સાસરિયાવાળાએ સુહાગરાત પહેલા તેના કૌમાર્યના પરીક્ષણ માટે કુકુડી વિધી (સુતરાઉ આંટીથી કરવામાં આવતી વિધી) કરી હતી, જેમાં તે નાપાસ થઈ હતી. કૌમાર્ય ટેસ્ટમાં નાપાસ થયેલી નવપરિણીતાએ પછી સાસરિયાને બધી હકીકત જણાવ હતી.

પીડિત યુવતીનું કહેવું છે કે તેના માતા-પિતા બહારગામ ગયા હતા ત્યા તે રાત્રે શૌચ કરવા ગઈ હતી. ત્યારે પાડશોમાં રહેતા યુવકે તેને હવસનો શિકાર બનાવી હતી. કોઈને કંઈ કહેશે તો તેના બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્ન પછી સુહાગરાત્રે જ્યારે તે કૌમાર્ય ટેસ્ટ માટે કુકડી પ્રથામાં નાપાસ થઈ તો સાસરિયાવાળાએ તેની સાથે મારપીટ કરી હતી. તેમજ પંચાયત બોલાવી મારા માતાપિતાને આર્થિક દંડ આપવાનું કહ્યું હતું.

કુકડી પ્રથા શું છે?
આજે પણ ઘણી જગ્યાએ નવપરિણીતાનો અલગ અલગ રીતે કૌમાર્યનો ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં કુકુડી વિધી પણ સામેલ છે. કુકુડી પ્રથામાં લગ્નની પહેરી રાત્રે વર-વધૂને એક કાચા સૂતરની આંટી આપવામાં આવે છે. જેનાથી કૌમાર્ય પરીક્ષણનું ખબર પડે છે. અમુક જગ્યાએ સુહાગરાત્રે જો બેડ પર લોહીના ડાઘા પડે તો જ યુવતીને કૌમાર્ય ટેસ્ટમાં પાસ માનવામાં આવે છે.

પોલીસે તપાસ શરૂ કરી
આ અંગે ભીલવાડાના પોલીસ અધિકાર આદર્શ સિદ્ધુએ જણાવ્યું હતું કે કુકડી વિધી એ એક સામાજિક કુપ્રથા છે, જેને એનજીઓ અને સામાજિક સંગઠનોના માધ્યમથી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પંચાયતને પણ કોઈ કાર્યવાહી કરવાની મનાઈ કરવામાં આવી છે. યુવતી દ્વારા પાડોશી યુવક સામે નોંધાવવમાં આવેલી રેપની ફરિયાદમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page