Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalચોરોએ ડેપ્યુટી કલેક્ટરના ઘરે ત્રાડ પાડી, કંઈ ના મળ્યું તો કહ્યું- કલેક્ટર,...

ચોરોએ ડેપ્યુટી કલેક્ટરના ઘરે ત્રાડ પાડી, કંઈ ના મળ્યું તો કહ્યું- કલેક્ટર, પૈસા નહોતા તો તાળું કે માર્યું?

મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચોરોએ ડેપ્યુટી કલેક્ટરના ઘરે ચોરી કરી હતી. જોકે, તેમના હાથમાં કંઈ જ આવ્યું નહી. અકળાયેલા ચોરોએ ડેપ્યુટી કલેક્ટરના ઘરે એક પત્ર લખ્યો હતો.

શું લખ્યું પત્રમાંઃ ચોરોએ આ પત્રમાં લખ્યું હતું કે જ્યારે પૈસા નહોતા તો લૉક કેમ માર્યું કલેક્ટર. સો.મીડિયામાં આ પત્ર વાઇરલ થયો છે.

ચોરો દેવાસના સિવિલ લાઇન્સ સ્થિત ડેપ્યુટી કલેક્ટરના સુમસામ ઘરમાં ચોરી કરવાના ઈરાદાથી ઘુસ્યા હતા. જોકે, ઘરમાં ચોરોને ચોરીને લાયક એક પણ વસ્તુ મળી નહીં. બદમાશ ચોરો ડેપ્યુટી કલેક્ટર માટે પત્ર લખીને ગયા હતા.

વાસ્તવમાં ચોર ખાતેગાંવના ડેપ્યુટી કલેક્ટર ત્રિલોચન ગૌડના સિવિલ લાઇન સ્થિત ઘરમાં ચોરી કરવાના ઈરાદા સાથે ઘુસ્યા હતા. ગૌડ વર્તમાનમાં દેવાસના ખતેગાવ જિલ્લાના એડીએમ છે. છેલ્લાં 15 દિવસથી પોતાના ઘરે ગયા નથી. જ્યારે હાલમાં ગયા તો આખા ઘરમાં સામાન વેર વિખેર પડ્યો હતો. થોડી રોકડ રકમ તથા ચાંદીની જ્વેલરી ગુમ હતી.

પોલીસને જાણ કરીઃ તપાસ દરમિયાન ઘરમાંથી ચોરની ચિઠ્ઠી મળી હતી. જોકે, અધિકારી ઓન કેમેરા બોલવા કંઈ જ તૈયાર નથી. પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page