Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodસલમાન ખાને નવી નક્કોર બુલેટ પ્રૂફ કાર પર લીંબુ મરચાં બાંધ્યાં

સલમાન ખાને નવી નક્કોર બુલેટ પ્રૂફ કાર પર લીંબુ મરચાં બાંધ્યાં

મુંબઇ : સલમાન ખાનને હાલમાં વારંવાર હત્યાની ધમકીઓ મળી રહી છે આથી તેણે પોતાની પાસે એક બુલેટ પ્રૂફ કાર અગાઉ હોવા છતાં નવી બુલેટ પ્રૂફ કાર આયાત કરી છે. મજાની વાત એ છે કે આ કાર આગળ પણ લીંબુ મરચાં બાધવાાં આવ્યાં છે.

સલમાનનની નવી કાર પર ૭૮ એમએમ જાડાઈના કાચનું આવરણ છે. મતલબ કે કોઈ ગોળી તેને વીંધી શકે તેમ નથી. છતાં પણ સલમાનને એકલા બુલેટપ્રૂફ આવરણ પર ભરોસો ન હોય તે લીંબુ મરચાં પણ આગળ લટકાવાતાં આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે.

સલમાનની નવી કારનો નંબર ૨૭૨૭ છે. સલમાન ૨૭મી તારીખે જન્મ્યો હોવાથી તેની લગભગ બધી કાર પર આ નંબર જોવા મળે છે.

બીજી તરફ કોઈ ઈવેન્ટમાં સલમાનને મળવા જનારા લોકો માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હાલમાં કેટલીક ઈવેન્ટમાં હાજરી આપવા માગતા મીડિયા કર્મીઓ તથા અન્યોને પાસેથી તેમના આધાર કાર્ડ માગવામાં આવ્યાં હતાં. સલમાન પાસે જઈને તેને શુભેચ્છા આપવા ઈચ્છનાર પાસેથી પણ આધાર કાર્ડનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page