Thursday, April 11, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાપુજી મળતાં જ જેઠાલાલ થયા ખુશખુશાલ પણ...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બાપુજી મળતાં જ જેઠાલાલ થયા ખુશખુશાલ પણ ભિડે ટેન્શનમાં જોવા મળ્યાં? જાણો કેમ

મુંબઈ: છેલ્લા ઘણાં વર્ષોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ ચાલુ છે. તેમાં રોજ નવા-નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે જોકે હાલ સીરિયલમાં દયા એટલે દિશા વાકણી નહીં આવે એવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના ગોકુલધામ સોસાયટીમાં હાલ ખુશી જોવા મળી રહી છે. ઘણાં દિવસોથી ગાયબ થયેલા જેઠાલાલના બાપુજી (ચંપકલાલ) મળી ગયા છે અને તે સલામત રીતે ઘરે પહોંચી ગયા છે. એક બાજુ બાપુજી આવવાથી જેઠાલાલની જાનમાં જીવ આવ્યો ચે ત્યારે બીજી બાજુ મિસ્ટર ભિડેનું ટેન્શન વદી ગયું છે.

જોકે બાપુજી તો ઘરે આવી ગયા પરંતુ ભિડે પોતાની જાનથી પણ વધારે પ્રેમ પોતાના સખારામ (સ્કુટર)ને કરે છે. જે હાલ ગાયબ થઈ ગયું છે જે કઈ પરિસ્થિમાં છે તે ખબર નથી જેને લઈને ભિડે ટેન્શનમાં જોવા મળ્યાં હતાં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અમુક પાત્રો સીરિયલ છોડીને જતાં રહ્યાં ચે તેમની જગ્યા નવા પાત્રો સીરિયલમાં કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, બાપુજી સકારામ (સ્કુટર) પર બેઠા હતાં. તે સમયે એક ચોરા બાપુજીને સ્કુટરની સાથે લઈને ફરાર થઈ જાય છે ત્યાર બાદ ચોર રસ્તામાં બધુ છોડીને ભાગી જાય છે. સ્કુટરથી નીચે ઉતરીને બાપુજી ગમે તેમ કરીને ઘરે તો પહોંચી ગયા પરંતુ સખારામ ત્યાં જ રસ્તા પર રહી જાય છે.

ઉદાસ થઈને ભિડે સખારામ ખોવાઈ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશન દાખલ કરાવે છે અને પોલીસને સખારામ મળી તો જાય છે પરંતુ તેના અનુક ભાગે ગાયબ હોય છે. જોકે હવે આગામી એપિસોડમાં જોવાના રહેશે કે જ્યારે ભિડે પોતાના સખારામની આવી હાલત જોશે તો તેને શું થશે? જે પણ હશે તે ચાહકોને આ જાણવાની બહુ જ ઉતાવળ રહેશે અને બાપુજી ગોકુલધામ પરત આવવાની ખુશીનો માહોલ હશે.

છેલ્લા એપિસોડમાં તમે જોયું હશે કે, જેઠાલાલ પોતાના પિતા ચંપકલાલને શોધવામાં લાગેલા હતાં જેને લઈને તેઓ થાકી જાય છે અને નિરાશ થઈ જાય છે. ચંપકલાલની પાસે તેમના ચશ્મા પણ હોતા નથી જેના કારણે દેખવામાં તકલીફ પડતી હોય છે.

આને લઈને જેઠાલાલ વધારે ચિંતામાં મુકાઈ ગયા હતાં પરંતુ આ બધાની વચ્ચે તેમને સમાચાર મળ્યાં કે બાપુજી ગોકુલધામ પરત આવી ગયા ચે ત્યારે ત્યાં બધાં ખુશી જોવા મળી હતી. ચંપકલાલની એક તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page