Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratઆને કહેવાય ગજબ સંયોગ! આજે છે શહીદ જવાન મહિપાલસિંહનો બર્થ-ડે ને આજે...

આને કહેવાય ગજબ સંયોગ! આજે છે શહીદ જવાન મહિપાલસિંહનો બર્થ-ડે ને આજે જ છે તેમનું 12મું

વિવેકસિંહ રાજપૂત જમ્મુ-કાશ્મીરમાં સપ્તાહ પહેલા આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા અમદાવાદના જવાન મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે. પુત્રીનું નામ વિરલબા રાખ‌વામાં આવ્યું છે. પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી.

શહેરના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતાં-લડતાં શહીદ થયા હતા. શહીદ થયાને આજે 12 દિવસ પૂર્ણ થયા છે ત્યારે આજે એક ગજબ સંયોદ સર્જાયો છે. ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહનો જન્મ થયો અને આજ ઓગસ્ટ મહિનામાં મહિપાલસિંહ માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી તો આજ ઓગસ્ટમાં તેમના ઘરે દીકરી વિરલબાનો જન્મ થયો. આ સાથે આજે એટલે કે 15 ઓગસ્ટે જ શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ તેમનું 12મું છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે બાથ ભીડતાં ભીડતાં શહીદ થયેલ મહિપાલસિંહ વાળા આજે 15 ઓગસ્ટે જન્મ દિવસ છે. જોકે અહીં એક બીજો સંયોગ એ પણ છે કે, શહીદ મહિપાલસિંહ વાળાનું આજે બેસણું પણ છે. જોકે કુદરતની કરુણતા એ છે કે, જ્યારે આજે 15મી ઓગસ્ટે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરતો હશે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ઉત્તરક્રિયા કરતો હશે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવાર (04 ઓગસ્ટ)એ આતંકીઓનો સામનો કરતા વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના ઘરે દીકરીનો જન્મ થયો છે. મહિપાલસિંહ વાળાના પત્નીએ ગઈકાલે શુક્રવાર (11 ઓગસ્ટ)એ બાળકીને જન્મ આપ્યો છે. પરિવારે શહીદ મહિપાલસિંહ વાળાની દીકરીનું નામ વિરલબા પાડ્યું છે.

આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા જવાન મહિપાલસિંહના પત્ની વર્ષાબાને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં શુક્રવાર (11 ઓગસ્ટ)એ સાંજે તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીનો જન્મ થયા બાદ વર્ષાબાએ સૌથી પહેલા શહીદ પતિના કપડાને સ્પર્શ કર્યા હતા, જે બાદ તેઓએ રડતી આંખે દીકરીને હાથમાં લીધી હતી. આ સમયે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. આ દરમિયાન પરિવારે ભીની આંખે કહ્યું હતું કે, ‘દીકરીના મોટી થયા બાદ તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને અમે ડિફેન્સમાં મોકલીશું.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ લીલાનગર શાળાને શહીદ મહિપાલસિંહ વાળાનું નામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમમાં હાલમાં જ કાશ્મીરમાં શહીદ થનાર વીર શહીદ મહિપાલસિંહ વાળાને પણ શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. અગાઉ સ્કૂલ બોર્ડ અમદાવાદ આઠ શાળાનું નામાભિધાન વીર શહીદોના નામે થયું હોય તે જ રીતે વિરાટનગર વોર્ડમાં આવેલ લીલા નગર સ્માર્ટ શાળા નંબર 2 ને મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાના નામે નામાભિધાન કરવાની જાહેરાત જગદીશ પંચાલ દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page