Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી ઝરીન ખાનના પેટને લઈને યુઝર્સે શું કરી કમેન્ટ્સ? જાણીને ચોંકી જશો

અભિનેત્રી ઝરીન ખાનના પેટને લઈને યુઝર્સે શું કરી કમેન્ટ્સ? જાણીને ચોંકી જશો

મુંબઈઃ અભિનેત્રી ઝરીન ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી હતી. ઝરીન હાલ ઉદેપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેણે ઈન્સ્ટામાં એક બાદ એક એમ બે તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ઝરીનનું પેટ જે રીતે દેખાય છે તેના પર અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. જોકે ઝરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

ઝરીને ફોટો પર અભદ્ર કમેન્ટ્સ કરનાર યુઝર્સના સ્ક્રીન શોટ લઈને પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યાં હતાં. જેમાં લોકોએ તેના પેટની મજાક ઉડાવી હતી. કોઈએ સ્ટ્રેચ માર્ક્સ વિશે લખ્યું હતું તો કેટલાંક એમ કહ્યું હતું કે, પેટ જોઈને ઊલ્ટી થઈ જશે. જોકે કેટલાંક યુઝર્સે એમ પણ કહ્યું હતું કે, વજન ઓછું કર્યાં બાદ બોડી સાથે આવું થાય છે.

સ્ક્રીન શોટ્સ શેર કર્યાં બાદ ઝરીને એક નોટ પણ લખી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, જે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે તેના પેટને શું થયું છે, તો આ એ લોકો માટે છે.

આ એક એવી વ્યક્તિનું સ્વાભાવિક પેટ છે જેણે 50 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. આ આવું જ દેખાય છે આને ફોટોશોપ કરવામાં આવ્યું નથી અને ઓપરેશન પણ કરાવવામાં આવ્યું નથી. તે સત્યમાં વિશ્વાસ રાખે છે. તેણે પેટ ઢાંકવાને બદલે ગર્વ સાથે ખામીઓને સ્વીકારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page