Thursday, April 18, 2024
Google search engine
HomeBusinessReliance Jioના સ્માર્ટ હાઈબ્રિડ સેટ ટોપ બોક્સની ઈમેજ થઈ લીક

Reliance Jioના સ્માર્ટ હાઈબ્રિડ સેટ ટોપ બોક્સની ઈમેજ થઈ લીક

મુંબઈ: રિલાયન્સ જીયોએ તેમની એજીએમ મીટિંગમાં હાઈબ્રીડ સેટ-ટોપ-બોક્સની જાહેરાત કરી હતી. તે સેટ-ટોપ-બોક્સ યુઝર્સને ટીવી સર્વિસ, કન્ટેન્ટ અને અન્ય સેવાઓ JioFiber બ્રોડબેન્ડ કનેક્શન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. જોકે આ સેટ-ટોપ-બોક્સનો કોઈ પ્રીવ્યુ અથવા ડેમો આપવામાં આવ્યો નથી.

હવે રિલાયન્સ જીયોના હાઈબ્રીડ એસટીબીના ઈમેજને એક યુઝરે રજૂઆત કરી છે. આ ઈમેજ DreamDTHએ શેર કરી છે. આમાં રિલાયન્સ જીયો હાઈબ્રિડ એસટીબી બ્લૂ કલરમાં જોવા મળ્યું છે. તેમજ બોક્સના ટોચના સેન્ટરમાં કંપનીની બ્રાંડિંગ દેખાય છે.

ઉલ્લેખનિય છે કે, રિલાયન્સ જીયો ગીગાફાઈબર સર્વિસ 5 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જીયો ગીગાફાઈબરની જાહેરાત દરમિયાન કંપનીએ આવનારા ગીગાટીવી સેટ-ટોપ બોક્સ વિશે તમામ જાણકારી આપી હતી. જે કસ્ટમર્સને ઓટીટી, લાઈવ ટીવી, વીડિયો કોલિંગ અને ગેમિંગની સુવિધા આપશે. જોકે કંપનીએ એવું નથી જણાવ્યું કે સેટ-ટોપ બોક્સ કેવા પ્રકારનું જોવા મળશે.

જાહેરાત દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે, સેટ-ટોપ-બોક્સમાં 4K રેઝલૂશનની સાથે મોટાભાગની ભારતીય ભાષાઓમાં વોઇસ કમાન્ડ હશે. આ ઉપરાંત સેટ-ટોપ-બોક્સમાં મલ્ટી પાર્ટી વીડિયો કોન્ફરન્સીંગની પણ સુવિધા હશે. રિલાયન્સ જીયો ગ્રાહકોની પસંદ પર 600થી વધુ ટીવી ચેનલ, એક હજારથી વધુ મૂવી અને લાખથી વધુ ગીત ઉપલબ્ધ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page