Friday, April 12, 2024
Google search engine
HomeGujaratઆગામી 5 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી

આગામી 5 દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદની આગાહી

ગાંધીનગર: સૌરાષ્ટ્ર પર હાલ સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયેલું છે. હવામાન વિભાગે વરસાદી સિસ્ટમ સક્રિય જોતાં આજે અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી પાંચ દિવસ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. કારણ કે હાલ ત્યાં વરસાદી સિસ્ટમનું જોર વધારે જોવા મળી રહ્યું છે. આ સિવાય મોરબી અને જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટશે અને સિસ્ટમ નબળી પડી જશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સપ્ટેમ્બરના અંત સુધી પણ રહે અને ઓક્ટોબર માસમાં પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. 29 ઓગસ્ટથી 02 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page