Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalથોડાંક જ મહિનામાં ગીતાએ ઉતાર્યું 40 કિલો વજન, શું છે ડાયટ પ્લાન...

થોડાંક જ મહિનામાં ગીતાએ ઉતાર્યું 40 કિલો વજન, શું છે ડાયટ પ્લાન ને કેટલું કરે વર્કઆઉટ?

આજના સમયે પુરુષોની જેમ જ મહિલાઓએ પણ બોડી બિલ્ડિંગમાં કાઠુ કાઢ્યુ છે. દુનિયામાં મહિલાઓ માટે પહેલી પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ સ્પર્ધા 1977માં ઓહિયો કેન્ટનમાં યોજાઈ હતી અને જીના લાસ્પિના પહેલી વિનર હતી. ત્યારથી જ આખા વિશ્વમાં મહિલા બોડી બિલ્ડરનો ક્રેઝ વધતો હોય છે. ભારતમાં અનેક બોડી બિલ્ડર છે. આજે અમે એક એવી જ બોડી બિલ્ડર અંગે જણાવીશું. તે હરિયાણાના ગુડગાંવની છે અને રૂઢીચુસ્ત પરિવારમાંથી આવે છે. આજે પણ તેના પરિવારમાં મહિલાઓ લાજ કાઢે છે. આવા જૂનવાણી પરિવારની દીકરીએ બિકીની પહેરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો.

એક સમયે ગીતા સૈનીનું વજન 110 કિલો હતુંઃ એક ઇન્ટરવ્યૂમાં 33 વર્ષીય ગીતાએ કહ્યું હતું કે તે ગ્રાફિક ડિઝાઇનર તથા બોડી બિલ્ડર છે. તેનું વજન ભૂતકાળમાં 110 કિલો હતું. હાલમાં વજન 70 કિલોની આસપાસ છે. ગીતા 3 વાર મિસ ઇન્ડિયા બોડી બિલ્ડરની સ્પર્ધા જીતી ચૂકી છે. 2018માં મિસ એશિયા સ્પર્ધામાં ચોથા ક્રમે રહી હતી અને 14મી સીનિયર વિમેન્સ બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગીતાએ કહ્યું હતું કે પરિવારમાં તે બધાની લાડલી હતી. ઘરમાં તે ઘી, માખણ, દૂધ, દહીં ખાવાની શોખીન હતી. ત્યારબાદ તે ગ્રાફિક ડિઝાઇનર બની હતી. ઓફિસ જવાને કારણે જંક ફૂડ ખાવાની ટેવ પડી ગઈ હતી. ઓફિસમાં બેઠાડું જીવન અને જંક ફૂટને કારણે 21ની ઉંમરમાં તેનું વજન 110 કિલો થઈ ગયું હતું.

ત્યારબાદ તેણે વજન ઓછું કરવા અંગે વિચાર્યું હતું અને વીડિયો જોવાના શરૂ કર્યાં હતાં. 2009માં ફિટનેસ અંગે ઓછી અવેરનેસ હોવાથી તેને એટલી જાણ થઈ કે ખાવાનું બંધ કરવાનું ને કાર્ડિયો એક્સર્સાઇઝથી વજન ઘટે છે. ત્યારબાદ તેણે વજન ઉતારવાનું શરૂ કર્યું. 2009-20120 દરમિયાન તેણે 40-42 કિલો વજન ઘટાડ્યું હતું.

અચાનક જ આ રીતે વજન ઘટવાને કારણે તેની ચામડી લચી પડી હતી. તેણે માત્ર કાર્ડિયો કર્યું હતું, વેટ ટ્રેનિંગ કરી નહોતી. તેના બોડી બિલ્ડર ભાઈએ ગીતાને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું. 2015-16માં ગીતાની લચી પડેલી ચામડી ટાઇટ થઈ હતી અને બૉડી શેપમાં આવ્યું હતું. વજન 70 કિલોની આસપાસ હતું.

ગીતાએ કહ્યું હતું કે 2016માં ગુડગાંવમાં એક મહિલા બોડીબિલ્ડિંગની સ્પર્ધા હતી. તે સમયે તેના ભાઈએ તેના ફિઝીક જોઈને સ્પર્ધામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. જોકે, પરિવાર માને તેમ નહોતો. જોકે, ભાઈએ વિશ્વાસ અપાવ્યો હતો કે તે પેરેન્ટ્સને મનાવી લેશે. ભાઈએ માંડ માંડ સમજાવ્યા હતા તો પેરેન્ટ્સે પણ મન મારીને હા પાડી હતી.

વધુમાં ગીતાએ કહ્યું હતું કે તેના ભાઈએ તેની મુલાકાત પ્રોફેશનલ બોડી બિલ્ડર યલિંદર સિંહ સાથે કરાવી હતી. તેમણે મિસ્ટર વર્લ્ડ, મિસ્ટર ઇન્ડિયા જેવા ટાઇટલ જીત્યા છે. તેમણે સ્પર્ધાની ટ્રેનિંગ આપી હતી.

ત્રણ મહિનામાં જ તે બોડી બિલ્ડિંગની સ્પર્ધા માટે તૈયાર થઈ ગઈ હતી. તે સમયે સ્પર્ધામાં તેનો 10મો નંબર આવ્યો હતો. સ્ટેજ પાછળ તેના પરિવારને અનેક લોકોએ કહ્યું હતું કે દીકરીને બોડી બિલ્ડિંગ આગળ વધારજો. તે દિવસથી પરિવાર પણ સપોર્ટ કરતો હતો, તેમ ગીતાએ કહ્યું હતું.

ગીતાએ સ્પર્ધાના સમયે અને ઓફ સિઝનમાં ડાયટ બદલતી હોવાની વાત કહી હતી. જે સમયે સ્પર્ધા ના હોય તો તે પ્રમાણસર કેલરી લે છે. સ્પર્ધામાં કેલરી લેતી નથી. જોકે, તે સમયે પ્રોટીન ઇનટેક વધારે હોય છે. તે અત્યારે 1700-1800 કેલરી લે છે. ડાયટમાં ઘરનું ભોજન સામેલ છે. તેનો પરિવાર વેજીટેરિયન છે, પરંતુ બોડી બિલ્ડરમાં પ્રોટીન વધુ જોઈતું હોવાથી તેને ઘરના ધાબે નોનવેજ બનાવવાની પરવાનગી આપી છે.

શું છે ગીતાનું ડાયટઃ સવારે એક ગ્લાસ વ્હે પ્રોટીન, 10 ગ્રામ ઓટ્સ. વર્ક આઉટ પછીઃ 1 સ્કૂપ પ્રોટીન, 150 ગ્રામ કાર્બ્સ (ઓટ્સ કે ભાત) લંચઃ 200 ગ્રામ ચિકન, 60 ગ્રામ ઓટ્સ, 200 ગ્રામ લીલા શાકભાજી. સ્નેક્સ 5 વ્હાઇટ એગ્સ તથા એક આખું એગ્સ અને 150 ગ્રામ લીલા શાકભાજી. સાંજેઃ 1 સ્કૂપ પ્રોટીન, 150 ગ્રામ કાર્બ્સ (ઓટ્સ કે ભાત). ડિનરઃ 200 ગ્રામ ચિકન, 200 ગ્રામ લીલા શાકભાજી. આ ઉપરાંત સૂતા પહેલાં 1 સ્કૂપ ક્રેસીન પ્રોટીન તથા 40 ગ્રામ ઓટ્સ ખાય છે.

ગીતાએ કહ્યું હતું કે તે દિવસમાં બેવાર વર્કઆઉટ કરે છે. સવારે તે નાના મસલ્સને ટ્રેન કરે છે અને સાંજે મોટા મસલ્સને ટ્રેન કરે છે. આ સાથે જ ખાલી પેટે સવારે એક કલાક સુધી કાર્ડિયો કરે છે. વર્કઆઉટ દરમિયાન તેનું પેટ ખાલી હોય છે. ત્યારબાદ અઠવાડિયામાં બેવાર એબ્સ ટ્રેનિંગ હોય છે.

ફિટનેસ ફિલ્ડમાં 13 વર્ષ થયા છે અને હવે તેને આ અંગે ખાસ્સુ નોલેજ છે. ગીતાએ કહ્યું હતું કે ફિટનેસ ક્યારેય 1-2 મહિનામાં મેળવી શકાતી નથી. સારું ભોજન અને ડેડિકેશનની જરૂર હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page