Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalપૂર્વ પ્રેમીએ બીજે લગ્ન કરતાં જ લેડી ડાન્સને આવ્યો ગુસ્સો, હનીટ્રેપમાં ફસાવીને...

પૂર્વ પ્રેમીએ બીજે લગ્ન કરતાં જ લેડી ડાન્સને આવ્યો ગુસ્સો, હનીટ્રેપમાં ફસાવીને માગતી લાખો રૂપિયા

મિસ્ટર રાજસ્થાન (બૉડી બિલ્ડિંગ) રહી ચૂકેલા યુવક સાથે હનીટ્રેપ કરવાનો કેસ સામે આવ્યો છે. પોલીસે હનીટ્રેપ કરનારી 30 વર્ષીય લેડી ડાન્સરની ધરપકડ કરી છે. તેની પાસેથી 19.50 લાખનો ચેક તથા 50 હજાર રોકડા જપ્ત કર્યા છે. જયપુરના સંજય સર્કલ પોલીસ સ્ટેશન લેડી ડાન્સરની પૂછપરછ કરી રહી છે.

ડીએસપી નોર્થ પરિસ દેશમુખે કહ્યું હતું કે ધરપકડ કરાયેલી લેડી ડાન્સર રાધા ઉત્તર પ્રદેશની છે. તે હાલમાં રાજસ્થાનમાં અજમેર રોડ સ્થિત ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં રહે છે. યુવતી પતિને તરછોડીને એકલી રહી છે. તે બપોરના કેબ કરીને ચાંદપોલ આવી હતી. અહીંથી પીડિત પાસેથી 50 હજાર રોકડા ને 19.50 લાખનો ચેક લેતા સમયે પોલીસના હાથે ઝડપાઈ હતી.

આ રીતે બ્લેકમેલ કરતીઃ પોલીસના જણાવ્યા પ્રમાણે, 32 વર્ષીય અનીશ હસનપુરાાં રહે છે. 2021માં તે બૉડી બિલ્ડર ચેમ્પિયનશિપ જીતીને મિસ્ટર રાજસ્થાન બન્યો હતો. પાંચ વર્ષ પહેલાં મેટ્રોમાં કામ કરતી રાધા સાથે 2016માં મિત્રના માધ્યમથી મુલાકાત થઈ હતી. બંને વચ્ચે નિકટતા વધી હતી. બે વર્ષ પહેલાં રાધાએ અનીશ સાથેના સંબંધો તડી નાખ્યા હતા અને અન્ય યુવકના પ્રેમમાં પડી હતી. ઓક્ટોબર, 2021માં અનીશના લગ્ન થયા હતા.

લગ્ન જાણ થતાં બ્લેકમેલ કરવા લાગીઃ રાધા ડાન્સ ગ્રુપ ચલાવે છે. ડાન્સ ગ્રુપની ટૂર 2021માં આસામમાં હતી. પરત આવ્યા બાદ નવેમ્બર, 2021માં રાધાને જાણ થઈ કે અનીશના લગ્ન થઈ ગયા છે. ત્યારબાદ તેણે પોતાના જૂના અશ્લીલ ફોટો બતાવીને અનીશને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી.

પાંચ લાખ રૂપિયા લઈ લીધા હતાઃ અશ્લીલ ફોટોના આધારે રાધાએ અંદાજે 5 લાખ રૂપિયા અનીશ પાસેથી લીધા હતા. રાધાએ અનીશ પાસે વધારાના 20 લાખ રૂપિયા આપવાનું દબાણ કર્યું હતું. તેણે અનીશને બદનામ કરવાની ધમકી આપી હતી. અનીશે રૂપિયા આપતા જ રાધાને ખ્યાલ આવી ગયો કે અનીશ ફસાઈ ગયો છે.

રાધાની પૈસાની માગણીથી તંગ આવીને અનીશે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આપવીતી સંભળાવી હતી. પોલીસે રાધાને પકડવા માટે જાળ બિછાવી હતી. તેને રંગેહાથે પકડી હતી. પોલીસને જોતા જ રાધા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page