આખરે અચાનક ઝાડ પર ક્યાંથી આવ્યા આટલા પૈસા, લોકોએ મચાવ્યો હંગામો

Ajab Gajab Feature Right

રામપુરઃ પૈસાનો વરસાદ થતો હોય અને આપણે પૈસા મરજી પ્રમાણે ઉપાડીએ તો કેવું… આ વાંચીને તમે જ કહેશો કે ભાઈ કંઈ પૈસાનો તો વરસાદ થતો હશે. પૈસા કંઈ ઝાડ પર ઉગ્યા છે. જોકે, આજે અમે તમને એક એવો કિસ્સો કહી રહ્યાં છીએ કે જ્યાં પૈસાનો વરસાદ થયો હતો.

ઉત્તર પ્રદેશના રામપુરમાં શાહબાદ કરીને નાનું ગામ છે. અહીંયા હાલમાં જ એક ઝાડ પરથી 100, 200 તથા 500ની કડકડતી નોટનો ઉડી હતી. લૉકડાઉન હોવાને કારણે આમ પણ લોકો પાસે પૈસાની તંગી છે. આમ અચાનક જ ઝાડ પરથી પૈસાનો વરસાદ થતો જોઈને ઘણાં લોકો ભેગા થઈ ગયા હતા. તેઓ નીચે પડેલા પૈસા ઉપાડવા લાગ્યા હતા. તેઓ બીજાને પણ પૈસા ઉપાડવા માટે બોલાવવા લાગ્યા હતા.

જોકે, થોડીવાર બાદ જ્યારે લોકોને ઝાડ પરથી પડતા પૈસાની સાચી વાત ખબર પડી તો તેઓ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા હતા. વાસ્તવમાં આ પૈસા શાહાબાદના એક પોલીસ કર્મીના હતા. બન્યું એવું કે પોલીસ પોતાના 112 નંબરની ગાડીમાં પર્સ મૂકીને જમવા જતો રહ્યો હતો. તે ગાડીનો કાચ બંધ કરવાનું ભૂલી ગયો હતો. એટલી વારમાં ત્યાં વાંદરો આવી ગયો હતો. વાંદરાએ પર્સ લઈ લીધું અને તે સીધો ઝાડ પર બેસી ગયો હતો. વાંદરાએ પર્સ ખાલી કર્યું અને ઝાડ પરથી પૈસાનો વરસાદ થવા લાગ્યો હતો.

લોકોને જ્યારે ખબર પડી કે આ પર્સ તો કોઈક પોલીસવાળાનું છે અને આ પૈસા પણ તેના છે. તો બધા પૈસા ત્યાં જ મૂકીને ફટોફટ ત્યાંથી ચૂપચાપ જતા રહ્યાં હતાં. જોકે, એ વાતની હજી ખબર પડી નથી કે પોલીસના પર્સમાં આખરે આટલા પૈસા આવ્યા ક્યાંથી. આ આખો કિસ્સો હાલમાં સો.મીડિયામાં ઘણો જ વાઈરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *