સુરતમાં પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, બહેનોના કરુણ આક્રંદથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો

સુરતના સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં શનિવારે રાત્રે બોઈલર બ્લાસ્ટ થતાં સમગ્ર ફેક્ટરીમાં આગ લાગી હતી. ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા અત્યાર સુધી 4 કર્મચારીઓના મૃત્યુ થયા હતા. અને અન્ય 20 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી સારવાર દરમિયાન એન્જિનિયરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક પાંચ ઉપર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક એન્જિનિયર પરિવારનો એકનો એક દીકરો હતો અને ચશ્માનો શોખીન હતો. જેથી ચશ્મા પહેરાવી અંતિમ વિદાય આપતા પરિવાર રડી પડ્યો હતો.

અનુપમ રસાયણ ફેક્ટરી આગ દુર્ઘટનામાં મૃત્યુઆંક 5 થયો
સુરતના સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ ફેક્ટરીમાં લાગેલી આગ દુર્ઘટનામાં વધુ એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઘટનામાં વધુ એક કર્મચારીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 5 થયો છે.તથા 20 ઈજાગ્રસ્ત થયા હતા. અનુપમ રસાયણ કંપનીમાં શનિવારે મોડી રાત્રે બોઈલરમાં બ્લાસ્ટ થતાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ગંભીર રીતે દાઝેલા કર્મીઓને ખાનગી તેમજ સિવિલમાં ખસેડાયા હતા. ત્યારબાદ ચાર મૃતદેહ મળ્યા હતા. જ્યારે આજે વધુ એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃતાંક 5 થયો છે.

પાંચ દિવસથી મોત સામે લડ્યો
સુરતના GIDCની અનુપમ રસાયણ ફેક્ટરીની આગ દુર્ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલ વધુ એક કર્મચારી છેલ્લા પાંચ દિવસથી મોત સામે લડી રહ્યો હતો. આખરે તેણે દમ તોડી દીધો હતો. ફેક્ટરીમાં એન્જિનિયરિંગમાં ફરજ બજાવતા જયરાજસિંહ ઠાકોર દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયો હતો. જેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો
છેલ્લા પાંચ દિવસથી સુરતની ખાનગી હોસ્પિયલમાં સારવાર બાદ મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એકના એક આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતું .નવસારીના કોલાસના ગામનો યુવાન રહેવાસી હતો અને પરિવારમાં ચાર બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગુમાવતા પરિવાર અને સમગ્ર ગામ શોકમાં ફેરવાઈ ગયું હતું.

Similar Posts