Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodટીવી પર્સનાલિટી મૃત હાલતમાં મળી આવી, મા સાથે રહેતી હતી ફ્લેટમાં

ટીવી પર્સનાલિટી મૃત હાલતમાં મળી આવી, મા સાથે રહેતી હતી ફ્લેટમાં

મુંબઈ: ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો અને સેલિબ્રિટી શેફ જગી જ્હોન તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી . શેફ જગી કેરળના કુરવનકોનમ સ્થિત એક ફ્લેટમાં પોતાની મા સાથે રહેતી. પોલીસે જણાવ્યું હતું કે તે ફ્લેટના કીચનમાં મૃત મળી આવી હતી .પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. મોતના કારણનો ખુલાસો હજી થયો નથી.

સમાચાર એજન્સી મુજબ પોલીસનું કહેવું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ અંગે મંગળવારે પૂછપરછ અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, અને પછી આ કેસમાં વધુમાં જાણકારી મળી શકશે. પ્રાપ્ત વિગત મુજબ જે સમયે જગીનું મોત થયું તે સમયે તેની માં ઘરમાં હતી. જોકે પુત્રીના મોતના સમાચારથી તે આઘાતમાં છે અને પોલીસના જવાબ આપવામાં માનસિક રીતે તૈયાર નથી.

સુત્રોના જણાવ્યા મુજબ જગીની ડેથબોડી તેના પાડોશીએ જોઈ હતી, કેમ કે પાડોશીને જગીના પાર્ટનરે તેને જોવાનું કહ્યું હતું, કારણ કે જગી લાંબા સમય સુધી તેના પાર્ટનરનો ફોન ઉપાડતી નહોતી. બાદમાં પાડોશીએ આ અંગેની જાણકારી પોલીસને આપી.

જગી ટેલીવિઝન ચેનલ રોજબાઉલ પર ‘જગીજ કુકબુક’ નામનો કુકરી શો ચલાવતી અને બ્યૂટી અને પર્સનાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળતી હતી. આ ઉપરાંત તે એક જાણીતી હોસ્ટ, સિંગર, મોડેલ, મોટિવેશનલ સ્પીકર અને સિલિબ્રિટી જજ પણ હતી.

નોંધનીય છે કે ફિલ્મ અને ટીવી જગતની ઘણી હસ્તીઓના આ રીતે મોત થઈ ચૂક્યા છે અને આ મામલાઓમાં હત્યાના આરોપ પણ લાગ્યા હતા, પણ હજી સુધી એમાં પોલીસની તપાસ ચાલુ જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page