Friday, April 19, 2024
Google search engine
HomeBusiness10 દિવસમાં SBIમાં આ પાંચ નિયમો બદલાયા, તમારી પર થઈ છે સીધી...

10 દિવસમાં SBIમાં આ પાંચ નિયમો બદલાયા, તમારી પર થઈ છે સીધી અસર, તમારે જાણવા જરૂરી છે

અમદાવાદઃ ઓક્ટોબરના શરૂઆતના 10 દિવસ પૂરા થઈ ગયા છે અને આ 10 દિવસમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અનેક નિયમો બદલ્યા છે. આ નવા નિયમો અલગ-અલગ વર્ગના અંદાજે 42 કરોડ બેંક ગ્રાહકોને અસર કરશે. બેંકના કયા કયા નિયમો બદલાયા તેની પર એક નજર..

લોન લેનારને રાહતઃ
એસબીઆઈએ લોન પર લાગતા વ્યાજદરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ એક વર્ષના લોનનો એલસીએલઆર ઘટીને 8.05 ટકા થયો છે. જોકે, આ કપાત રેપો રેટ સાથે જોડાયેલી લોનને અસર કરશે નહીં. હાલમાં બેંકની આ જાહેરાત બાદ હોમ લોન સહિત અન્ય પ્રકારન લોનના વ્યાજદર ઘટી ગયા છે. એટલે કે તમે હોમ કે ઓટો લોનનો હપ્તો ભરતા હતાં, તે હવે થોડો ઓછો ભરવો પડશે. નવી લોન લેવી હશે તો વ્યાજદર ઓછો લાગશે.

ડેબિટ કાર્ડ ઈએમઆઈની સુવિધા
એસબીઆઈએ હાલમાં જ ખાસ ડેબિટ કાર્ડ ઈએમઆઈ સવલત શરૂ કરી છે. આ કાર્ડની મદદથી ગ્રાહક પીઓએસ મશિન પર ડેબિટ કાર્ડથી ઈએમઆઈ પર શોપિંગ કરી શકશે. આ હેઠળ ગ્રાહક 6થી 18 મહિના સુધીના હપ્તા પસંદ કરી શકશે. આટલું જ નહીં ઈન્ટરેસ્ટ ડિસ્બર્સલ તથા પસંદગીની બ્રાન્ડ્સ પર નો કોસ્ટ ઈએમઆઈનો લાભ પણ મળશે. ઈએમઆઈની શરૂઆત ખરીદીના એક મહિના બાદ થશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં અને બ્રાંચ જવાની પણ જરૂર રહેશે નહીં. પ્રોસેસિંગ ફી પણ લાગશે નહીં.

સેવિંગ એકાઉન્ટની જમા રાશિ પર ફરી કાતર
1 નવેમ્બરથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સેવિંગ એકાઉન્ટમાં એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરનારને 3.25 ટકા વ્યાજ આપશે. પહેલાં આ વ્યાજ દર 3.50 ટકા હતો. આ નિર્ણય સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરનાર માટે ઝાટકો સમાન છે.

રિટેલ તથા બ્લક એફડી પર કાપઃ
બેંકે એક સાલથી 2 વર્ષ સુધીની પાકતી રિટેલ તથા બ્લેક એફડીના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બેંકે રિટેલ એફડીમાં 0.10 ટકાનો ઘટાટો કર્યો છે. પહેલાં વ્યાજદર 6.5 ટકા હતો અને નવો વ્યાજદર 6.4 ટકા છે. બ્લકએફડીની વાત કરીએ તો પહેલાં વ્યાજદર 6.3 ટકા હતો અને હવે 6 ટકા થઈ ગયો છે. એસબીઆઈમાં 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની ડિપોઝિટ રિટેલ એફડી કહેવાય છે, તો 2 કરોડથી વધુ જમા રાશિ બ્લેક એફડી કહેવાય છે.

એસબીઆઈમાં મન્થલી એવરેજ બેલેન્સમાં પણ ફેરફાર કરવાાં આવ્યો છે. જો હવે આ પ્રમાણે એકાઉન્ટમાં બેલેન્સ મેઈન્ટેઈન કરવામાં નહીં આવે તો જે દંડની રકમ હતી, તેમાં 80 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટીએમ ટ્રાન્ઝેક્શનની લિમિટના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page