Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalડાન્સ ટ્રેનરની હેવાનિયત: ફાસ્ટ મ્યૂઝિક વગાડીને અમારા કપડાં ઉતારાવતો હતો

ડાન્સ ટ્રેનરની હેવાનિયત: ફાસ્ટ મ્યૂઝિક વગાડીને અમારા કપડાં ઉતારાવતો હતો

કાનપુરની અર્બન ડાન્સ એકેડમીમાં ટ્રેનરની હેવાનિયતનો શિકાર થયેલી સ્કૂલની વિદ્યાર્થિનીઓની આપબીતી સાંભળીને નિવેદન નોંધનારી મહિલા કોન્સ્ટેબલ પણ રડી પડી હતી. તેમણે એક પછી એક બાળકીઓનું નિવેદન નોંધ્યું હતું. તેમની આપબીતી સાંભળીને મહિલા કોન્સ્ટેબલે પોતાના સિનિયર ઓફિસરોને કહ્યું હતું કે, સાહેબ તે નરાધમને છોડતાં નહીં. તેને પોતાના શરીરને અડવાની ના પાડતાં તે કહેતો હતો કે, સ્ટાર કેવી રીતે બનશો? પહેલાં થોડાક દિવસે અમે ચૂપ રહ્યા પછી પછી તે થોડાંક દિવસ પછી અમારો વીડિયો બનાવીને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.

પહેલી બાળકીએ જણાવ્યું કે, આર્યન સર મને એક્સ્ટ્રા ક્લાસના નામે એક કલાક સુધી એકેડમી પર બોલાવતા હતાં. એકલા ડાન્સ શીખવાડવાને બહાને તે મારા શરીરના અલગ-અલગ અંગોને હાથ લગાડીને ગંદી વાતો કરતાં હતાં. ના પડતાં તે કહેતાં હતાં કે, આવી રીતે તમે કેમ ડાન્સ શીખી શકશો. તમારે મુંબઈના ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં ભાગ લેવાનો છે. તમારી અંદર ડાન્સની પ્રતિભા છપાયેલી છે અને તે તમને સ્ટાર બનતાં રોકી શકશે નહીં.

બીજી બાળકીએ જણાવ્યું કે, મ્યુઝિક વગાડીને તેણે રૂમમાં મારા કપડા કઢાવ્યા હતા અને જબરજસ્તી કરતો મોબાઇલમાં વીડિયો બનાવી લીધો હતો. હું ડરીને રડવા લાગી તો કહેતો હતો કે, ઘરમાં કોઈને જણાવતી નહીં, નહીં તો તારો વીડિયો વાઇરલ કરી દઈશ. પછી તું ક્યાંય મોઢું દેખાડવાને લાયક રહીશ નહીં. જો કોઈને ખબર પડી તો હું મારા હાથની નસ કાપીને મરી જઈશ.

ત્રીજી બાળકીએ આવી જ વાત જણાવી. કહ્યું કે, મેં મમ્મીને ઘણીવાર કહેવાનું વિચાર્યું પણ, આર્યન સરના ડર અને ધમકીને લીધે હિંમત થઈ નહીં. તે વારંવાર અમને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો. અમે ડરી ગયા હતાં. રેપ અને અશ્લીલતાનો શિકાર ત્રણ બાળકીઓએ ગોવિંદનગર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે.

વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, બેચના એક કલાક પહેલાં તે અમને ક્લાસ પર બોલાવતો હતો. આ પછી દરવાજો બંધ કરી અશ્લીલતા કરતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, તે વારાફરતી વિદ્યાર્થિનીઓને ડાન્સ એકેડમીમાં એકલો બોલાવતો હતો અને પછી તેમની સાથે અશ્લીલતા અને રેપ કરતો હતો. પૂછપરછ અને તેના મોબાઇલમાં મળેલાં વીડિયોમાંથી આ વાતની પુષ્ટી થઈ છે. કેમ કે, ડાન્સ એકેડમીમાં કોઈ અલગ રૂમ નહોતો. હોલમાં જ તે ડાન્સ શીખવાડતો હતો.

ડાન્સ ક્લાસમાં ભણતી પીડિતાની મેડિકલ તપાસ કરાવવા માટે ગોવિંદનગર પોલીસે તેમની માને સંદેશ મોકલ્યો હતો. માએ જણાવ્યું હતું કે, દીકરીની એક્ઝામ ચાલી રહી છે. મેડિકલ કેવી રીતે કરાવવું? ઘણી મુશ્કેલીથી તેને સંભાળી છે. મહિલા પોલીસકર્મીએ પરિવારને સમજાવીને વિશ્વાસ અપાવ્યો છે કે, જલદી જ પીડિતા વિદ્યાર્થિનીઓની મેડિકલ તપાસ કરાવવાની સાથે જ તેમનું મેજિસ્ટ્રેટ સામે કોર્ટમાં નિવેદન નોંધવામાં આવશે. જેથી આરોપીને કડક સજા મળી શકે અને આ મામલે ખૂબ જ જલદી ફરિયાદ દાખલ થઈ જાય.

ગોવિંદનગર ઇન્સ્પે્ટર રોહિત તિવારીએ જણાવ્યું કે, જ્યારે શરૂઆતની તપાસમાં આરોપીનો મોબાઇલ તપાસમાં આવ્યો ત્યારે વીડિયો મળ્યા નહોતાં. પણ તેના પર શંકા હતી. એટલે પોલીસે કડક રીતે તેની તપાસ કરી હતી. ત્યારે તેને જણાવ્યું હતું કે, ગૂગલ ડ્રાઇવમાં દરેક વીડિયો સેવ કર્યો છે. તેની પાસેથી પાસવર્ડ લઈને ગૂગલ ડ્રાઇવ ઓન કરી ત્યારે 14 વીડિયો મળ્યા હતાં. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, આ વીડિયો કોઈને ના દેખાય એટલે તેને ગેલેરીમાંથી વીડિયો ડિલીટ કરી દીધા હતાં.

પોલીસે આરોપીનો મોબાઇલ જપ્ત કરી લીધો છે. તેની ફોરેન્સિક લેબમાં તપાસ કરવામાં આવશે. મોબાઇલમાંથી ડીલિટ કરેલો ડેટા રિકવર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આશંકા છે કે, મોબાઇલમાંથી આવા વીડિયો અને અન્ય મહત્ત્વપૂર્ણ સબૂત મળી શકે છે. ક્રાઇમ બ્રાન્ચ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page