Friday, April 12, 2024
Google search engine
HomeNationalભાઈ સાથે ડાન્સ કરતી દુલ્હનને દુલ્હાએ ધડાધડ લાફો ચોડી દીધા પછી.....

ભાઈ સાથે ડાન્સ કરતી દુલ્હનને દુલ્હાએ ધડાધડ લાફો ચોડી દીધા પછી…..

તામિલનાડુમાં સામાન્ય વાતમાં થયેલો ઝઘડો એટલો વધી ગયો કે, સંગીત સેરેમનીના દિવસે જ લગ્ન તૂટી ગયા હતાં. દુલ્હને તેના ભાઈ સાથે ડાન્સ કરવાને લીધે વિવાદ શરૂ થયો હતો. આ દરમિયાન ભડકેલાં દુલ્હાએ દુલ્હનને લાફો ચોડી દીધો હતો. આ પછી છોકરીએ એન્જિનિયર દુલ્હા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

જ્યારે આ ઘટના થઈ ત્યારે સંગીત સેરેમની દરમિયાન દુલ્હો-દુલ્હન સાથે ડાન્સ ફ્લોર પર હતો. દુલ્હનનો કઝિન ફ્લોર પર આવી ગયો હતો. તેણે ડાન્સ દરમિયાન બંનેના ખભા પર હાથ રાખ્યા હતાં. જેને લીધે નારાજ થયેલાં દુલ્હાએ બંનેને દૂર કરી દીધા અને દુલ્હનને લાફો ચોડી દીધો હતો.

એ જ દિવસે બીજા છોકરા સાથે લગ્ન કર્યા
આ લગ્ન 20 જાન્યુઆરીએ થવાના હતાં. જેના એક દિવસ પહેલાં લાફાકાંડ થયા પછી દુલ્હનના પરિવારે લગ્ન તોડી નાંખ્યા હતાં. તે દિવસે છોકરીએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બીજો દુલ્હો વિલુપ્પુરમ જિલ્લામાં ગિંગી શહેરથી છે. દુલ્હને આ સંબંધ માટે હા પાડી દીધી છે.

દુલ્હાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી
આ દરમિયાન છોકરી અને તેના પરીવારે લગ્ન તોડી નાંખતાં એન્જિનિયર દુલ્હો પોલીસ સ્ટેશન ગયો હતો. તેણે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. એટલું જ નહીં તે 7 લાખ રૂપિયા વળતર પણ માગી રહ્યો છે. તેનું કહેવું છે કે, આ તે રૂપિયા છે જે તેના પરિવારે લગ્નની તૈયારીઓ અને સમારોહમાં ખર્ચ કર્યા છે.

સ્ટેજ પર ડાન્સ કરતી વખતે વિવાદ વધ્યો હતો
એન્જિનિયર દુલ્હાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, દુલ્હનના માતા-પિતા અને સંબંધીઓ તેમની સાથે ખોટો વ્યવહાર કરે છે. તેમની સાથે મારઝૂડ અને ગાળો પણ દે છે. છોકરીએ કહ્યું કે, હવે જ્યારે તે સ્ટેજ પર પહોંચી ત્યારે તેમણે પૂછ્યું કે, તે બીજા સાથે કેમ નાચી રહી છે. આ દરમિયાન છોકરીએ જવાબ આપ્યો કે, તેનો નિર્ણય છે કે, તે કોની સાથે નાચે. દુલ્હાએ પણ કહ્યું કે, છોકરીના પરિજનોએ તેને પાઠ ભણાવવાની ધમકી આપી હતી.

પનરુતિ ઓલ વુમન પોલીસ ઇન્સ્પેક્ટરે એસ વલ્લીને કહ્યું કે, દુલ્હા પર તેના પિતરાઈ ભાઈ સાથે ડાન્સ કરવા માટે દુલ્હનને લાફો ચોડી દેવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી દુલ્હને લગ્નની ના પાડી દીધી હતી. તેના માતા-પિતાએ તેના લગ્ન બીજે કરાવી દીધા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page