Saturday, April 13, 2024
Google search engine
HomeBollywood‘તારક મહેતા..’ સીરિયલમાંથી અચાનક ગાયબ થયેલી ‘દયા’ મેકઅપ વગર દેખાય છે આવી

‘તારક મહેતા..’ સીરિયલમાંથી અચાનક ગાયબ થયેલી ‘દયા’ મેકઅપ વગર દેખાય છે આવી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનું પાત્ર ભજવીને ફેન્સનું મનોરંજન કરનારી એક્ટ્રેસ દિશા વાકાણી લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. ફેન્સ તેને શોમાં પાછા જોવા માગે છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે એક્ટ્રેસ દિવાળીમાં શોમાં વાપસી કરી શકે છે. પરંતુ આ અંગે એક્ટ્રેસ કે તારક મહેતાની ટીમ તરફથી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં નહોતી આવી.

લાંબા સમય બાદ દેખાઈ દિશા

દિશાએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારપછી તે શોમાં માત્ર એક જ વાર એપિસોડમાં (કેમિયો) માટે જોવા મળી હતી. આ સિવાય તે શોમાંથી સતત ગાયબ છે. રજા પર ગયા બાદ તે લાઈમલાઈટમાંથી પણ ગાયબ છે. તે મીડિયા અને કેમેરાને પણ ટાળતી જોવા મળી રહી છે. જોકે, હાલમાં જ દિશા એક ફેનના વ્લોગમાં દેખાઈ હતી. ફેને દિશાને મળવાનો વ્લોગ પણ YouTube પર શેર કર્યો છે.

દિશા વાકાણી હવે આવી દેખાય છે

આ વીડિયોમાં દિશા મેકઅપ વગર જોવા મળી રહી છે. તેણે પીળા રંગનું ટોપ અને બ્લુ પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં તે એકદમ અલગ જ દેખાઈ રહી છે. તેની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. તેણે ફેન્સ સાથે પોઝ પણ આપ્યા હતા. તેની સ્માઇલ ફેન્સના મન મોહી લે છે. ફેન્સને તેની સરળ શૈલી પસંદ આવી રહી છે. તેના ફેન્સ તેને ભેટ પણ આપે છે. જોકે, દિશા તે લેવાની ના પાડે છે પરંતુ ફેન્સના આગ્રહ બાદ તે ભેટ સ્વીકાર કરી લે છે. વીડિયોમાં દયાભાભી ફેન્સને મોબાઈલમાં મેકઅપ વગેરે કરવાનું કહે છે. આ સિવાય દિશા વીડિયોમાં એમ પણ કહી રહી છે કે મને સમય નથી મળતો કારણ કે મારા બે બાળકો છે.

2015માં લગ્ન કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, દિશાએ 2015માં સીએ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતા. મયૂર અને દિશાના બે સંતાનો છે. 2017માં દીકરીના જન્મ બાદ દિશા ગત વર્ષે દીકરાની મા બની હતી. દિશા વાકાણીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની પત્ની દયાનું પાત્ર ભજવ્યું હતું. તેની આગવી અદા અને એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવતા હતા.

સૌજન્ય: www.iamgujarat.com

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page