Friday, April 12, 2024
Google search engine
HomeGujaratસુરતમાં એજ્યુકેટ મહિલા ઝડપાઈ, રૂપિયા કમાવવાનો રસ્તો જાણી પોલીસ પણ ચોંકી...

સુરતમાં એજ્યુકેટ મહિલા ઝડપાઈ, રૂપિયા કમાવવાનો રસ્તો જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરત શહેરના ડુમસ રોડ પર રઘુવીર બિઝનેસ પાર્કના એમબી સ્પામાં મહિલા પીએસઆઈ બનીને તોડ કરવા નીકળેલી આરોપી મહિલા રિદ્ધિ શાહને એસઓજીની ટીમેને પકડી પાડવામાં સફળતા મળી હતી. આ મહિલા નકલી પોલીસ બનીને સ્પામાં તોડ કરવા માટે તેના સાગરિતોને લઈને પહોંચી હતી. અઠવાડિયા પહેલા રિદ્ધિ શાહના સાગરીતે નકલી પોલીસ બની પહેલા સ્પામાંથી 30 હજારનો તોડ કર્યો હતો. આ ઘટનાને લઈ ઉમરા પોલીસે રિદ્ધિ ભરત શાહની ધરપકડ કરીને જલેમાં ધકેલી દીધી છે. મહત્વની વાત એ છે કે, મહિલા પીએસઆઇ બનીને સ્પા સેન્ટરોમાં રોફ જમાવી પૈસ પડાવતી હતી જોકે ગણતરીના દિવસોમાં જ અંત આવી ગયો હતો અને પોલીસે ધરપકડ કરી લીધી હતી.

રિદ્ધિ શાહ પોતે ન્યુઝ પોર્ટલમાં રિપોર્ટર છે અને અગાઉ તે નર્સ તરીકે કામ કરતી હોવાની વાત પોલીસને જણાવી હતી. જોકે પોલીસને રિદ્ધિ શાહની આ વાત ગળે ઉતરતી નહોતી. આરોપી રિદ્ધિ શાહના લગ્ન વેસુમાં થયાં હતા ત્યાર બાદ કોઇક કારણોસર છુટાછેડા થયા હોવાની વાત પોલીસે જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આરોપી રિદ્ધિ શાહ ખટોદરા પોલીસની હદમાં આવેલા સ્પામાં તોડ કરવા જતી ત્યારે ખટોદરાની મહિલા પીએસઆઈ બની અને ઉમરા પોલીસની હદના સ્પામાં તોડ કરવા જતી ત્યારે ઉમરા પીએસઆઈ બની જતી હતી.

રિદ્ધિ શાહએ તેના સાથી રિપોર્ટરની સાથે સ્પામાં પોલીસના નામે દમ મારી રૂપિયા પડાવતી હતી. સ્પામાં રિદ્ધિ શાહ જઈ પોતે પીએસઆઈ હોવાનો રોફ બતાવતી હતી અને ડાયરી લાવો આજે કેટલા ગ્રાહકો આવ્યા છે એમ કહી દમ મારી કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી લેતી હતી.

આ ઘટનાની જાણ સુરતને પોલીસને પહોંચતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતાં અને ગણતરીના દિવસોમાં જ નકલી મહિલા પીએસઆઈ રિદ્ધી શાહની ધરપકડ કરી હતી અને જેલમાં ધકેલી મુકી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page