Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratઅલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે? DyCM નીતિન પટેલે શું આપ્યું મહત્વનું નિવેદન?

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે? DyCM નીતિન પટેલે શું આપ્યું મહત્વનું નિવેદન?

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ક્રોસ વોટિંગ કર્યું હતું ત્યાર બાદ તરત જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે.

અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવવા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આમંત્રણ આપ્યું છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અલ્પેશ ઠાકોરને આમંત્રણ આપતા કહ્યું હતું કે, સમાજ સેવા માટે કોઈ પાર્ટીમાં જોડાવવું જરૂરી છે. જોકે પાર્ટીએ સમાજ સેવા માટેનું એક માધ્યમ છે.

અત્યાર સુધી અલ્પેશ ભોળા ઠાકોર સમાજના ખભે બંદૂક મૂકી અંતરાત્માની વાતો કરતો હતો પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં જે હરકત કરી હતી તેનાથી સાબિત થયું ગયું છે કે, તેનામાં અંતરાત્મા જેવું કંઈ છે જ નહીં. અત્યાર સુધી એવી ડંફાસો મારતો રહ્યો હતો કે, તે તેના સમાજની સેવા માટે આવ્યો છે પરંતુ ભાજપ તરફના સ્પષ્ટ ઝોકના કારણે પોતે જ સાબિત કરી દીધું છે કે, સેવા કે સંઘર્ષ નહીં પણ મેવા ખાવા માટે જ તે રાજકારણમાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page