Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature BottomIndia vs Ausની મેચમાં સ્ટેડિયમની બહાર ભેળ વેચનાર આ વિદેશી ભુરિયો કોણ...

India vs Ausની મેચમાં સ્ટેડિયમની બહાર ભેળ વેચનાર આ વિદેશી ભુરિયો કોણ છે? ઓળખો

લંડન: રવિવારે લંડનના ઓવેલ ક્રેકિટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા જીત મેળવી હતી. આ મેચ કરતાં વધારે આ યુવક ચર્ચામાં રહ્યો હતો. સ્ટેડિયમની બહાર ભેળ વેચી રહેલ એક અંગ્રેજ યુવાને દરેક કોઈનું દિલ જીતી લીધું હતું.

હાલમાં આ વિદેશી યુવકનો ભેળ બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેની અદા જોઈને તમારા મોઢામાંથી પાણી આવી જશે. આ વિદેશી યુવકે કોલકાતામાંથી જાલ મુરી બનાવવાનું શીખ્યું છે. હવે તે આ જ ખાસ સ્ટ્રીટ ફૂડને લંડનમાં વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

વીડિયો વાઈરલ થયા બાદ સૌ કોઈના મનમાં એક જ સવાલ થઈ રહ્યો હતો કે, આ વિદેશી યુવક હકીકતમાં છે કોણ? તો આવો અમે તમને જણાવી દઈએ કે, આ એક બ્રિટિશ શેફ છે. તેનું નામ અંગુસ ડેનૂન છે.

અંગૂસ ડેનૂન કોલકાતામાં રહી ચૂક્યા છે. અહીંથી જ તેમણે જાલ મુરી બનાવવાની રીત શીખી હતી. જેને વર્લ્ડકપ 2019માં મેચ દરમિયાન ભારતીય ચાહકોને વેચી રહ્યા હતા. અંગુસનું કહેવું છે કે, ભારતથી બ્રિટન પરત આવીને તેમને લાગ્યું કે, તેઓ જાલ મુરી વેચી શકે છે. કારણ કે તેમાં કોઈપણ પ્રકારના કૂકિંગ હોતું નથી.

અંગુસે પોતાના સ્ટોરનું નામ પણ The Everybody Love Love Jhalmuri Express રાખેલું છે. જે ઘણાં ફૂડ લવર્સને આકર્ષે છે. તેઓ લંડનની ગલીઓના કોર્નર પર ઊભા રહીને જાલ મુરી વેચે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page