Thursday, April 11, 2024
Google search engine
HomeInternationalહ્યુન્ડાઈ અને કિઆની કાર વાપરતા હોવ તો ચેતી જજો, લાગી શકે છે...

હ્યુન્ડાઈ અને કિઆની કાર વાપરતા હોવ તો ચેતી જજો, લાગી શકે છે આગ, કંપનીએ આપી આ સલાહ

તમારી પાસે હ્યુન્ડાઈ અને કિઆ કંપનીની કાર છે તો તમારા માટે આ કામના સમાચાર છે. દક્ષિણ કોરિયાની આ બંને ઓટોમોબાઈલ કંપનીઓએ કાર માલિકોને ઘરની બહાર કાર પાર્ક કરવાની સલાહ આપી છે. આ કારમાં આગ લાગવાનો ખતરો છે. પાર્કિંગની સ્થિતિમાં પણ આમાં આગ લાગી શકે છે.

સીએનએનના એક રિપોર્ટ મુજબ હ્યુન્ડાઈ અને કિઆ અમેરિકામાં પોતાની ઘણી કાર અને એસયુવી પાછી ખેંચી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કારોમાં foreign contaminantsના કારણથી એન્ટી-લોક બ્રેક કમ્પ્યુટર કન્ટ્રોલ મોડ્યુલ શોર્ટ સર્કિટ થઈ શકે છે. અને તેનાથી એન્જિનમાં આગ લાગી શકે છે. કાર ઉભી હોય તો પણ આગ લાગી શકે છે. એટલા માટે કંપનીઓએ કારને ઘરની બહાર પાર્ક કરવાની સલાહ આપી છે. એક અંદાજ પ્રમાણે અમેરિકામાં અંદાજે 5 લાખ કાર અને એસયુવી માલિકોને આની જાણ કરવામાં આવી છે.

કંપનીઓએ જે કાર રિકોલ કરી છે, એમાં હુન્ડાઈ કંપનીની વર્ષ 2016-2018માં બનેલી Santa Fe SUVs, વર્ષ 2017-2018 બનેલી Fe Sport SUVs, વર્ષ 2019માં બનેલી Santa Fe XL મોડેલ અને વર્ષ 2014-2015માં બનેલી Tucson SUVsને પરત ખેંચી રહી છે. આ જ રીતે કીઆ કંપનીની વર્ષ 2016-2018માં બનેલી K900 સેડાન મોડેલ અને વર્ષ र 2014-2016માં બનેલી Sportage SUVs રિકોલ કરી રહી છે. હુન્ડાઈએ કુલ 357,830 અને કિયાએ 126,747 કાર પાછી ખેંચી રહી છે.

ડીલર્સ આ ગાડીઓનાં એન્ટિ-ક્લોક બ્રેકિંગ કંટ્રોલ મોડ્યુલ તપાસશે અને જો ખામી દેખાશે તો તેને નવી નાખશે. કારના ફ્યુઝ પણ બદલવામાં આવશે. જેના કોઈ પૈસા લેવામાં આવશે નહીં. હુન્ડાઈ ભારતમાં હુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ દ્વારા બિઝનેસ કરે છે. હુન્ડાઈ મોટર ઈન્ડિયાના પોર્ટફોલિયોમાં 10 કાર- SANTRO, GRAND i10 NIOS, all-new i20, AURA, VENUE, Spirited New VERNA, All New CRETA, ELANTRA, New 2020 TUCSON અને KONA Electric છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page