Friday, April 12, 2024
Google search engine
HomeNationalઆ વ્યક્તિએ ટાવર તોડી પાડવાનું બટન દબાવ્યું હતું, કહ્યું- આગલી રાત્રે શું...

આ વ્યક્તિએ ટાવર તોડી પાડવાનું બટન દબાવ્યું હતું, કહ્યું- આગલી રાત્રે શું થયું હતું એમની સાથે

નોઈડામાં 102 મીટર ઊંચા બે ટાવરોને ધ્વંસ કરતી વખતે 6 એન્જિનિયર એવા હતા, જે સૌથી નજીક ઊભા હતા. જેમાં 4 એન્જિનિયર દક્ષિણ આફ્રિકાની જેટ ડિમોલિશન અને 2 ભારતની એડિફિસ કંપનીના હતા. નોએડા પોલીસ કે વહિવટીતંત્રના કોઈપણ મોટા અધિકારીને આ વિસ્તારમાં આવવાની મંજૂરી નહોંતી. દુનિયાના બહુ જાણીતા બ્લાસ્ટરમાંથી એક બ્રિંકમેન નામના એન્જિનિયરને બ્લાસ્ટની ટ્રગરનું બટન દબાવવાનું હતું. પરંતુ ભારતીય કાયદાના કારણે તેઓ આમ ન કરી શક્યા. અંતે આ તક ભારતના ચેતન દત્તાને આપવામાં આવી હતી.

49 વર્ષના ચેતન દત્તા મૂળ હરિયાણાના હિસારના વતની છે. તેમને બ્લાસ્ટિંગ ફિલ્ડનો લગભગ 20 વર્ષનો અનુભવ છે. નોઈડાના ટ્વિન ટાવર પાડ્યા બાદ પરિવારના સભ્યોને ભેટીને ભાવુક થઈ ગયા હતા. તેમણે ટાવર તોડી પાડવાની આગલી રાત્રનો અનુભવ પણ શેર કર્યો હતો.

આગળની કહાની બ્લાસ્ટર એડિફિસ ચેતન દત્તાની જુબાનીમાં
“જે દિવસે સુપ્રીમ કોર્ટે સુપરટેકના ટાવરોને પાડવાનો આદેશ આપ્યો, એ જ દિવસે અમારા એક્સપ્લોસિવ ડીલર્સના વૉટ્સએપ ગૃપમાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલું એક્સપ્લોસિવ લાગશે, કેટલા દિવસ લાગશે? આ જ બાબતે ગૃપમાં ચર્ચા ચાલી રહી હતી. આ જ સમયે મારા મગજમાં ક્યાંય ને ક્યાંય એ જ વાત ચાલી રહી હતી કે, આ કામ તો મને જ મળવું જોઈએ.”

મને આભાસ નહોંતો કે, ટાવરોને બ્લાસ્ટ કરવાનું બટન પણ હું જ દબાવીશ. ત્રણ દિવસ પહેલાં જ મને તેની માહિતી મળી. ત્યારબાદ મીડિયામાં હાઈ લાઈટ થઈ ગયું. જ્યારે હું ગેસ્ટ હાઉસ પર જતો, ત્યારે મને ઊંઘ આવતી નહોંતી. ઘણીવાર મને એમ વિચારીને પણ બીક લાગતી કે, લોકોને મારી પાસે આશાઓ બહુ વધી ગઈ છે. મિત્રો મને મેસેજ કરતા હતા કે, તારે કોઈપણ ભોગે આ કામ કરવાનું છે.

28 ઑગષ્ટે અમે 6 એન્જિનિયર બંને ટાવરથી માત્ર 70 મીટર દૂર ઊભા હતા. અડધા કલાક પહેલાં જ્યારે સાઈરન વાગી, ત્યારબાદથી અમે એકબીજા સાથે વાત કરી શકતા નહોંતા. માત્ર એક-બીજાના ચહેરા જ જોઈ શકતા હતા. અંકલ (જો. બ્રિંકમેન) મારી પાસે ઊભા હતા. જેવા ઘડિયાળમાં 2.30 વાગ્યા, અંકલે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું – બેટા પુશ ધ બટન. બટન દબાવતાં જ જબરદસ્ત અવાજ આવ્યો. હું જમીન પર ઘુંટણીયે બેસી ગયો.

મેં બિલ્ડિંગ તરફ જોયું. ત્યાં બિલ્ડીંગ નહોંતુ, માત્ર ધૂળના ગોટેગોટા જ હતા. થોડી ચિંતા હતી. આ ચિંતાઓને જોવા જ અમે ધૂળ બેસવાની રાહ જોઈ. ખીસામાંથી માસ્ક કાઢી અમે બિલ્ડિંગ તરફ દોડ્યા. સૌથી પહેલાં અમે એમરૉલ્ડ કોર્ટ પહોંચ્યા, જ્યાં બંને બિલ્ડિંગ્સ પડી હતી. એટીએસ વિલેજ સોસાયટીને બહુ સામાન્ય નુકસાન થયું હતું, ત્યાં 3-4 મીટરની દિવાલ તૂટી હતી. અમે જેવું વિચાર્યું હતું, બધું એ જ પ્રમાણે થયું. આ બ્લાસ્ટની લગભગ 5 મિનિટ બાદ અમે સૌ રડી રહ્યા હતા. તે ખુશીનાં આંસુ હતાં. કારણકે આ દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો.

વાંચો શું કહે છે એડિફિસના પ્રોજેક્ટ મેનેજર મયૂર મહેતા
“આટલા મોટા ડેમોલિશનનો આ અમારો પહેલો પ્રોજેક્ટ હતો. એટલે ચિંતા બહુ વધારે હતી. જેવું બ્લાસ્ટનું બટન દબાવવામાં આવ્યું, લગભગ 9-10 સેકન્ડમાં બંને બોલ્ડીંગ પાણીના ધોધની જેમ નીચે આવી ગઈ. અમે ખુશ થઈ ગયા/ બસ બીક હતી બરાબર પાસેની એટીએસ વિલેજ સોસાયટીનો. અમે નક્કી કરવા ઈચ્છતા હતા કે, બ્લાસ્ટ બાદ બંને ઈમારતો એક નિશ્ચિત વિસ્તારમાં જ પડે અને થયું પણ એવું જ.”

અમે બ્લાસ્ટથી જેટલા નુકસાન અંગે વિચાર્યું હતું, તેનાથી પણ ઓછું નુકસાન થયું. એટલે કે આખુ પ્લાનિંગ સફળ થયું. બિલ્ડિંગ પડ્યા બાદ આસપાસની સોસાયટી પર લગાવવામાં આવેલ ફાઈબરની શીટ કાઢી નાખવામાં આવી. કાટમાળ દૂર કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

2 બ્લેક બૉક્સ કાઢ્યા, 8 કાટમાળમાં દબાયા
સુપરટેક એમરૉલ્ડના બંને ટાવરોને પાડતી વખતે કેવી ધૃજારી અનુભાવી, તેનો રિપોર્ટ બ્લેક બૉક્સ એક અઠવાડિયા બાદ આપશે. બિલ્ડિંગમાં 10 બ્લેક બૉક્સ લગાવવામાં આવ્યાં હતાં. તેમાંથી અત્યાર સુધીમાં બે બૉક્સ મળી શક્યાં છે, બાકીનાં બૉક્સ કાટમાળમાં દબાયેલ છે. જેમ-જેમ કાટમાળ દૂર થશે, તેમ-તેમ બ્લેક બૉક્સ બહાર નીકળશે.

સેંટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (CBRI) રૂડકીએ 8 અને સેંટ્રલ ઈન્ટીટ્યૂટ ઑફ માઈનિંગ એન્ડ ફ્યૂલ રિસર્ચ એન્ડ ફ્યૂલ રિસર્ચ (CIMFR) ધનબાદના 2 વૈજ્ઞાનિકોએ બ્લાસ્ટનું અધ્યયન કરવા માટે બંને ટાવરોમાં 10 બ્લેક બૉક્સ લગાવ્યાં હતાં.

બિલ્ડીંગ પડતી વખતે બંને ટાવરોની અંદરનો નજારો કેવો હતો, કેટલી ધૃજારી અનુભવાઈ? કેવી રીતે પિલર તૂટ્યા અને કેવી રીતે બ્લાસ્ટ થયા… આ બધું બ્લેક બૉક્સમાં કેદ થઈ ગયું છે, બ્લેક બૉક્સ એ માટે પણ લગાવવામાં આવ્યા હતા, જેથી તેની ઈમેજ પ્રોસેસિંગથી ભવિષ્યમાં રિસર્ચ કરવામાં આવી શકાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page