Saturday, April 13, 2024
Google search engine
HomeFeature Bottomઈંગ્લેન્ડના બોલરની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા હતા તે બોલરે આપ્યું...

ઈંગ્લેન્ડના બોલરની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા હતા તે બોલરે આપ્યું દિલ ખુશ થઈ જાય તેવું નિવેદન

મુંબઈ: યુવરાજ સિંહનાં સંન્યાસ લેતાં જ સમગ્ર વિશ્વ ક્રિકેટ તેને નમન કરી રહ્યું છે. ક્રિકેટને અલવિદા કહેવાની સાથે જ યુવરાજ સિંહની એ તમામ ઈનિંગ્સ ચાહકોની આંખો સામે તરવા લાગી છે જેનાથી યુવરાજે દેશનું નામ રોશન કર્યું છે. એક આવી જ ઐતિહાસિક ઈનિંગ યુવરાજ સિંહે 2007 વર્લ્ડ કપમાં રમી હતી.

આ ઈનિંગમાં યુવરાજે છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. સંન્યાસ બાદ હવે એ ઈંગ્લેન્ડના બોલરે પણ યુવરાજને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે અને એક મોટું નિવેદન આપ્યું છે.

એ ઓવરમાં બોલિંગ કરી રહેલા બોલર સ્ટુઅર્ટ બ્રોડે કહ્યું હતું કે, આજે હું જે પ્રકારનો બોલર છું તે યુવરાજ સિંહનાં 6 છગ્ગાઓને કારણે છું. હું તે સમયે 19 વર્ષનો હતો. ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાની કળા અને અનુભવ મારી પાસે નહોતી. યુવી બોલને શાનદાર રીતે હિટ કરી રહ્યો હતો.

 

View this post on Instagram

 

Enjoy retirement Legend @yuvisofficial ?? ?

A post shared by Stuart Broad (@stuartbroad8) on

હું આજે પણ વિચારું છું કે 6 યોર્કર અથવા 6 સ્લોઅર બોલ ફેંકી શકતો હતો પરંતુ તે શાનદાર હિટિંગ કરી રહ્યો હતો. હું એ દિવસને નકારાત્મક રીતે જોઇ શકું છું પરંતુ એ સત્ય છે કે યુવરાજ સિંહનાં 6 છગ્ગાઓએ મને સારો બોલર બનાવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page