Friday, April 12, 2024
Google search engine
HomeBusinessમુચ્યુઅલ ફંડમાં નાની રકમથી મેળવી શકો છો મોટું ફંડ, જાણો રોકાણની આખી...

મુચ્યુઅલ ફંડમાં નાની રકમથી મેળવી શકો છો મોટું ફંડ, જાણો રોકાણની આખી પ્રોસેસ

નવી દિલ્હી: નાની રકમથી મોટું ફંડ ભેગું કરવા માટે મુચ્યુઅલ ફંડને એક સારો ઓપ્શન ગણવામાં આવે છે. જોકે પૂરતી જાણકારીના અભાવે લોકો આમાં રોકાણ કરવાનું ટાળે છે. અમે અહીં તમને આપીશું મુચ્યુઅલ ફંડમાં રોકાણની રીતો સહિતની માહિતી.

તમારા પૈસા પર હોય છે એક્સપર્ટની નજર

મુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી પૈસા એકઠાં કરે છે અને આ પૈસાને શેરોમાં રોકાણ કરે છે. જોકે આના બદલામાં રોકાણકારો પાસેથી ચાર્જ પણ લેવામાં આવે છે. મુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટની નજર હોવાથી આને ઓછું જોખમકારક માનવામાં આવે છે.

જે લોકો શેરબજારમાં રોકાણ બાબતે બહુ નથી જાણતા અથવા શેર બજારમાં જોખમ લેવા નથી માંગતા તેમના માટે મુચ્યુઅલ ફંડમાં રોકાણ એક સારો વિકલ્પ છે. રોકાણકારો પોતાના નાણાંકીય લક્ષ્યાંક મુજબમુચ્યુઅલ ફંડની સ્ક્રીમની પસંદગી કરી શકે છે.

મુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરશો રોકાણ

તમે કોઈ મુચ્યુઅલ ફંડની વેબસાઈટ પર જઈને સીધું રોકાણ કરી શકો છો. તમે ઈચ્છો તો કોઈ મુચ્યુઅલ ફંડ એડવાઈઝરની સેવા પણ લઈ શકો છો. જો તમે સીધું રોકાણ કરો છો તો તમે મુચ્યુઅલ ફંડ સ્ક્રીમના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો. જો તમે કોઈ એડવાઈઝરની મદદ લઈ રહ્યા છો તો કોઈ મુચ્યુઅલ ફંડ સ્ક્રીમના રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરી શકો છો.

મુચ્યુઅલ ફંડના કોઈ ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તેમાં તમારે કમિશન આપવાનું રહેતું નથી. એટલા માટે લાંબાગાળાના રોકાણમાં તમને રિટર્ન ખૂબ સારું મળી શકે છે. આ રીતના મુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક મુશ્કેલી એ છે કે તમારે જાતે ખૂબ રિસર્ચ કરવું પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page