Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature RightWorld Cup: વિજેતા ટીમ પર થશે રૂપિયાનો ઠગલો, આંકડો જાણીને આંચકો લાગશે

World Cup: વિજેતા ટીમ પર થશે રૂપિયાનો ઠગલો, આંકડો જાણીને આંચકો લાગશે

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપ 2019માં માત્ર ત્રણ મેચ બાકી છે, જેમાં બે સેમિફાઇનલ અને એક ફાઈનલ મેચ સામેલ છે. વિશ્વ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે એટલે 9 જુલાઈ અને બીજી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 11 જુલાઈએ રમાશે. વિશ્વ કપની 12મી સિઝનની ફાઈનલ મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.

વિશ્વ કપ 2019 જીતનારી ટીમનો ખુલાસો 14 જુલાઈએ જ થશે. પ્રથમ અને બીજી સેમિફાઇનલ જીતનારી ટીમ ફાઈનલમાં ટકરાશે. પરંતુ શું તમે જાણો છો આશરે દોઢ મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં વિનરને કેટલી ઈનામી રકમ મળે છે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થયેલા અને 14 જુલાઈએ સમાપ્ત થતાં આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં કુલ 70 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર લાગી છે. વિશ્વ કપ 2019ની વિજેતા ટીમને આ રકમમાંથી 4 મિલિયન ડોલર એટલે કે આશરે 28 કરોડ રૂપિયા મળશે. ટાઇટલની રનર્સ-અપ ટીમ પર પણ રૂપિયાનો વરસાદ થશે. આઈસીસી પ્રમાણે વિશ્વ કપ 2019ના ફાઈનલમાં પરાજય મેળવનાર ટીમને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવશે.

લંડનના લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી ફાઈનલની વિજેતા ટીમને ચમકતી ટ્રોફીની સાથે 4 મિલિયન ડોલર (આશરે 28 કરોડ રૂપિયા)નો ચેક પ્રદાન કરવામાં આવશે. આ સિવાય સેમિફાઈનલમાં પરાજય બન્ને ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.

– વિશ્વ કપ 2019ની વિજેતા ટીમને 28 કરોડ રૂપિયા, એક ટ્રોફી અને ખેલાડીઓને વિનર બેઝ
– વર્લ્ડ કપ 2019ની રનર્સ-અપ ટીમને 14 કરોડ રૂપિયા અને ખેલાડીઓને રનરઅપ બેઝ
– વિશ્વ કપ 2019મા સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 5.5 કરોડ રૂપિયા મળશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page