Friday, April 12, 2024
Google search engine
HomeGujaratહ્રહૃદયદ્રાવક બનાવ, ભાઈ માટે 45 કરોડ એકઠા કર્યા, એ બીમારીથી બહેને જ...

હ્રહૃદયદ્રાવક બનાવ, ભાઈ માટે 45 કરોડ એકઠા કર્યા, એ બીમારીથી બહેને જ આંખો મીચી દીધી

એક ખૂબ હ્રહૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. જે ભાઈની બીમારીની સારવાર માટે બહેને 45 કરોડ રૂપિયા લોકો પાસેથી એકઠા કર્યા હતા, એ બહેનનું એ જ બીમારીના કારણે કરુણ મોત નિપજ્યું છે. ભાઈને તો બહેને બીમારીથી બચાવી લીધો હતો પણ જિંદગીની રેસ હારી ગઈ હતી.

કેરળના કન્નુર જિલ્લાની 16 વર્ષની અફરા માટે લોકો અફસોસ કરી રહયા છે. અફરા નામની આ યુવતીએ કોઝીકોડની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેને સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી નામની બીમારીથી પીડાતી હતી. આ એ જ બહેન હતી જેને પોતાના ભાઇને બીમારીથી બચાવવા માટે 46 કરોડ રુપિયા એકત્ર કર્યા હતા. અફરાએ લોકોને અપીલ કરીને ફાળા માટે દિવસ રાત એક કર્યા હતા.

જો કે અફસોસની વાત એ છે કે જે બીમારીથી પોતાના ભાઇને બચાવ્યો એ જ એને લાગુ પડી અને બચી શકી નહી. સ્પાઇનલ મસ્કુલર એટ્રોફી આ એક એવી આનુવાંશિક બીમારી હતી જેનો બંને ભાઇ બહેન ભોગ બન્યા હતા. પોતાના ભાઇ માટે આટલી નિસ્બત દાખવતી અફરાની લાખો લોકોએ પ્રશંસા કરી હતી. ક્રાઉડ ફંડિગ ઉઘરાવવું એ નાના છોકરાના ખેલ નથી તેમ છતાં આટલી નાની ઉંમરે તેની ભાવનાત્મક અપીલ જ કામ કરી ગઇ હતી.

પોતાના ભાઇ માટે વીડિયોમાં જણાવેલું કે બીમારીના કારણે મારા પગની ઘુંટીઓ વળી ગઇ છે. મને સુવામાં અને બેસવામાં તકલીફ પડે છે પરંતુ મારા ભાઇની સ્થિતિ તો આનાથી પણ નાજૂક છે જે ફર્શ પર રગદોડાઇ રહ્યો છે. આની દવાઓ અને સારવાર ખૂબજ મોંઘી છે માટે આર્થિક સહયોગ આપવા વિનંતી છે. ક્રાઉડ ફંડિંગમાં જરુર હતી 18 કરોડની પરંતુ 46 કરોડ એકત્ર થયા હતા. કુલ 7.7 લાખ લોકોએ તેને આર્થિક મદદ કરી હતી.

વધારાની રકમ આ બીમારીથી પીડાતા બાળકોને આપી દીધી
ક્રાઉડ ફંડિગ દરમિયાન વધારે મળેલી રકમ આ પ્રકારની અસાદ્ય બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે સરકારને આપી દીધા છે. અફરા ખૂબજ મહત્વકાંક્ષી હતી. તેને અસાધ્ય બીમારી છતાં કયારેય હિંમત હારી ન હતી. સિંગિગમાં તેને ખૂબ રસ હતો. ઇગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી આ છાત્રાનો મટ્ટલ ગામના કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે અનેક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. તેના ભાઇનો ઇલાજ હજુ પણ ચાલું છે પરંતુ ભાઇ માટે લોકોને અપીલ કરનારી બહેને ચિરવિદાય લઇ લીધી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page