મધ્ય પ્રદેશ

જ્યાં પ્રેમ લગ્નના થોડા મહિના બાદ જ એક પરીણિતાએ તેના હાથ પર મહેંદીથી લગ્નની તારીખ લખી અને પછી લાસ્ટ ડેટ લખીને ઝહેર ખાઈ લીધું. ઝહેર ખાધા બાદ યુવતી રેલવેના પાટા પર જઈને સૂઈ ગઈ. આમાં સારી વાત એ થઈ કે, યુવતીના માનેલા ભાઈએ આ યુવતીને જોઈએ અને તેણે તેને ત્યાંથી ઉપાડી અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. હોસ્પિટલમાં પરીણિતાનો ઈલાજ ચાલી રહી છે. પોલીસ અત્યારે આ બાબતે તપાસ કરી રહી છે.

આ ઘટના છે મધ્યપ્રદેશના ઉજ્જૈનની. કહેવાય છે કે, 21 વર્ષની જયા યાદવ માધન નગર પોલીસ સ્ટેશન વિસ્તારની ગોપાલપુરાની રહેવાસી છે. 16 જાન્યુઆરી 2023 ની જે તારીખ તેના હાથ પર દેખાય છે, એ જ તારીખે તેણે ઝહેર ખાઈને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. મળતી માહિતી અનુસાર, પતિ સાથે અણબનના કારણે તેને ઝહેર ખાધુ હતુ અને રેલવેના પાટા પર જઈને સૂઈ ગઈ હતી.

આ પહેલાં તો યુવતીએ તેના હાથની હથેળીમાં મહેંદીથી લગ્નની તારીખ લખી હતી. આ સમયે જ તેણે તેના પતિના મોબાઈલ પર એક વૉઈસ મેસેજ મોકલ્યો હતો, ‘આ જાઓ નહીંતર મરી જઈશ.’ મેસેજ બાદ પણ યુવતીનો પતિ ન આવ્યો એટલે તેણે ગુસ્સે થઈને મહેંદીથી લગ્નની તારીખની નીચે જ 16 જાન્યુઆરી, લાસ્ટ ડેટ લખી અને ઝહેર ખાઈને આત્મહત્યા માટે રેલવેના પાટા પર જઈને સૂઈ ગઈ.

આ દરમિયાન પડોશમાં જ રહેતા તેના માનેલા ભાઈ પ્રિંસે તેને જોઈ લીધી અને પાટા પરથી ઉપાડીને હોસ્પિટલ લઈ ગયો. મંગળવારે યુવતીને ભાન આવતાં માધવ નગર સ્ટેશનની પોલીસ તેનું નિવેદન લેવા હોસ્પિટલ ગઈ. ત્યાં જયાએ જણાવ્યું કે, તેણે 16 મે, 2022 ના રોજ આયુષ ગોયલ સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. પતિ સાથે અણબન થતાં તેણે ફોન લગાવ્યો અને વૉઈસ મેસેજ મોકલી ઘરે બોલાવ્યો હતો. મેસેજ વાંચ્યા બાદ પતિ ઘરે ન આવતાં તેને ગુસ્સો આવ્યો અને તેણે આ પગલું ભર્યું. ઉલ્લેખનિય છે કે, યુવતીનો પતિ આયુષ ગોયલ મહાકાલ મંદિરનો કર્મચારી છે.

આ બાબતે યુવતીના માનેલા ભાઈ પ્રિંસે જણાવ્યું કે, આ બંનેએ આઠ મહિના પહેલાં જ પ્રેમ લગ્ન કર્યાં છે. આયુષ ગોયલ સતત તેની બહેનને હેરાન કરી રહ્યા હતા. તે પત્ની સાથે રહેતો નહોંતો અને તેની માતાના કહેવાથી ઘર ખર્ચ પણ આપતો નહોંતો. આ જ કારણે તેની બહેન અલગ રહેતી હતી. તો પતિ તેની માતાના કહેવા પર માતાની સાથે જ રહેતો હતો.

માધવ નગર પોલીસ સ્ટેશનના એસઅઈ સલમાન કુરૈશીએ જણાવ્યું કે, યુવતી હોશમાં આવતાં જ તેનું નિવેદન લેવામાં આવ્યું છે, નિવેદનમાં પતિ-પત્ની વચ્ચેના ઝગડા વિશે જાણવા મળ્યું છે. પતિને પણ બોલાવવામાં આવ્યો છે, અને તેના નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. યુવતી અત્યારે ખતરાની બહાર છે. તેણે સ્વિકાર્યું છે કે, તેણે ગુસ્સામાં ઝહેર ખાધું હતું.

Similar Posts