Friday, April 12, 2024
Google search engine
HomeFeature Bottomજીવતા માણસે પોતાને આગ લગાડી મૂકી દોટ, વિચલિત કરી દેશે તસવીરો

જીવતા માણસે પોતાને આગ લગાડી મૂકી દોટ, વિચલિત કરી દેશે તસવીરો

વોંશિગ્ટન: અમેરિકામાં વિચલિત કરી દેતો મામલો સામે આવ્યો છે. વોંશિગ્ટનમાં વ્હાઈટ હાઉસથી ખૂબ જ નજીક એલિપ્સ પાર્કમાં બુધવાર એક અજાણ્યા માણસે પોતાની જાતે સગળી ઉઠ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ વોંશિગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે આવેલા એલિપ્સ પાર્કમાં બુધવાર એક અજાણ્યા માણસે પોતાની જાતને આગ લગાવી દોટ મૂકી હતી. આ વખતે પાર્કમાં હાજર સ્થાનિક લોકો અને ટુરિસ્ટ આ જોઈને ડઘાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક યુએસ સિક્રેટ સર્વિસના સ્ટાફે ઘટનાસ્થળે આવીને આગ બૂઝાવી હતી. યુવક 85 ટકા સળગી ગયો છે.

યુવકની ઓળખ હજી થઈ નથી. તેને શા કારણે આ પગલું ભર્યું તેની પણ વિગત હજી સુધી પ્રાપ્ત નથી. આ ઘટના વ્હાઈટ હાઉસથી એક કિલોમિટરમાં જ બની હતી. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આગ લગાડતા પહેલા યુવકે પ્રોટેક્ટિવ સ્યૂટ પહેર્યો હતો, જેનાથી તેને થોડો સમય માટે રાહત મળી હતી. યુવકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અહેવાલ પ્રમાણે આ ઘટના સમયે ડોનાલ્ડ ટ્રમ્પ ઓવલ ઓફિસમાં હાજર હતા. નોંધનીય છે કે વ્હાઈટ હાઉસમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં સુરક્ષાને લઈને આવી ઘટનાઓમા વધારો થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page