Tuesday, April 16, 2024
Google search engine
HomeBollywoodવડોદરામાં અભિનેતા આયુષ્માન ખુરાનાએ ઉજવી જન્માષ્ટમી, જુઓ આ રહી તસવીરો

વડોદરામાં અભિનેતા આયુષ્માન ખુરાનાએ ઉજવી જન્માષ્ટમી, જુઓ આ રહી તસવીરો

વડોદરા: રાષ્ટ્રીય પુરસ્કાર જીતનાર અભિનેતા આયુષ્માન ખુરાના હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ને કારણે બહુ જ ચર્ચા છે. ફિલ્મના ટ્રેલરે બહુ જ ઉત્સુકતા જગાવી છે. બે દિવસ પહેલાં જ આયુષ્માન ખુરાના વડોદરાનો મહેમાન બન્યો હતો. ત્યાં તેણે એક કોલેજમાં પોતાના યુવાન ચાહકોની મુલાકાત કરી હતી અને ‘જય શ્રી કૃષ્ણ’ના અભિવાદન બાદ તેમની સાથે જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટારને પોતાની વચ્ચે જોઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો હતો. અમુક વિદ્યાર્થીઓ તો આયુષ્માનના ફિલ્મના પોસ્ટરની કોપી કરી તેની જેમ જ પીળી સાડી પહેરીને આયુષ્માન સાથે ફોટો પડાવવા પહોંચ્યા હતા.

ડ્રીમ ગર્લમાં આયુષ્માન એક એવુ પાત્ર ભજવે છે જે છોકરો થઈને છોકરીના અવાજમાં બધા સાથે વાત કરે છે. આ કારણે તે લોકોની ડીમ ગર્લ બની જાય છે. ફિલ્મમાં અનુ કપૂર, વિજય રાજ, મનજોત સિંબ, નિધિ બિશ્ત, અભિષેક બેનર્જી, રાજ ભણશાલી જેવા ઉમદા કલાકારોની ટોળી છે. ફિલ્મ 13 સપ્ટેમ્બરના રોજ રીલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page