Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodVideo: અભિનેત્રી લિઝા હેડન રેમ્પ પર વોક કરતી હતી ને સેન્ડલમાં ફસાયું...

Video: અભિનેત્રી લિઝા હેડન રેમ્પ પર વોક કરતી હતી ને સેન્ડલમાં ફસાયું ગાઉન પછી શું થયું?

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી લિઝા હેડન લેક્મે ફેશન વીક 2019માં રેમ્પ પર વોક કરતાં પડતાં-પડતાં બચી ગઈ હતી. લિઝા હેડન હાલ પ્રેગ્નેન્ટ છે અને તે અમિત અગ્રવાલ માટે શો સ્ટોપર બની હતી. રેમ્પ પર તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

વોક દરમિયાન લિઝાએ વાઈન કલરનું ગાઉન પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી હતી. આ સમયે રેમ્પ વોક દરમિયાન લિઝાનું સેન્ડલ તેનાં જ ગાઉનમાં ફસાઈ ગયું હતું અને તે પડતાં-પડતાં બચી ગઈ હતી. જોકે તેણે પોતાની જાતને તરત જ સંભાળી લીધી હતી અને રેમ્પ વોક પૂર્ણ કર્યું હતું.

લીઝાએ કહ્યું હતું કે, અમિત અગ્રવાલ માટે શો સ્ટોપર બનવું ખરેખર ખુબ જ સારો અનુભવ છે. તેણે કહ્યું હતું કે, મારા માટે તૈયાર કરવામાં આવેલાં આઉટફિટને અને આખો શો બધું જ મને ખુબ જ પસંદ આવ્યું હતું. હું હંમેશાં અમિતની ખુબ મોટી ફેન રહી છું.

લીઝાએ થોડા સમય પહેલાં જ તેનાં બીજી વખત ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. લીઝાને એક દીકરો છે અને હવે તે બીજી વખત ગર્ભવતી છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page