Thursday, April 11, 2024
Google search engine
HomeNational16 વર્ષની કિશોરી યુવકને ભગાડીને લઈ ગઈ, પ્રેગ્નન્ટ પણ હતી

16 વર્ષની કિશોરી યુવકને ભગાડીને લઈ ગઈ, પ્રેગ્નન્ટ પણ હતી

આજના બાળકો ભણવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. જેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે ભણવાની ઉંમરે એક સગીરાએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધાની ઘટના સામે આવી છે. બેતિયાના એક પ્રેમીપંખીડાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં સગીરા બોલી હતી હતી કે તેને 2 મહિનાનો ગર્ભ છે અને તે 20 વર્ષીય યુવકને પ્રેમ કરતી હતી, તેથી તે તેની સાથે ભાગી ગઈ છે.

સગીરાએ કહ્યું હતું કે, તે મરશે પણ તેની સાથે અને જીવશે પણ તેની સાથે. સગીરાના પિતાએ યુવક પર અપહરણની ફરિયાદ નોંધાવી છે. સગીરાનું કહેવું છે કે, યુવક તેને લઈને નહીં પરંતુ તે યુવકને લઈને ભાગી છે.

સગીરાએ જણાવ્યું હતું કે, બંનેને પ્રેમ થઇ ગયો હતો. છેલ્લા ઘણા દિવસથી લવશિપ ચાલી રહી હતી અને તે ગર્ભવતી હતી. તેથી તે તેના પ્રેમ ગુલેટિન સાથે ભાગી ગઈ હતી, અમે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે. મારા માતા-પિતા આ અને ભાઈ નારાજ છે. તે મારા પર આરોપ લગાવી રહ્યા છે કે હું ઘરમાંથી 2 લાખ રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી ગઈ છું, આ વાત સંપૂર્ણ પણે ખોટી છે. હું પોલીસ સ્ટેશન આવીને મારુ નિવેદન આપવા માંગુ છું અને સત્ય કહેવા માંગુ છું. મારા પરિવારજનોએ જે ફરિયાદ કરી છે તે સંપૂર્ણ ખોટી છે.

આ મામલો નવલપુર ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારના ભરતપટ્ટી ગામનો છે. જ્યાં સગીર યુવતી અને ગુલતેની યાદવ ઘરમાંથી ભાગી ગયા હતા. બાળકીના પિતાએ નવલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પછી તેણે વીડિયો જાહેર કર્યો છે. નવલપુરના એસએચઓ અજય સિંહે જણાવ્યું કે બાળકીના પરિવારજનોએ અપહરણનો કેસ કર્યો છે. બંનેની શોધ ચાલુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page