Thursday, April 11, 2024
Google search engine
HomeSportsહોસ્પિટલની બહાર રિષભ પંતની બહેન ગુસ્સે થઈ ને કહ્યું કંઈક આવું

હોસ્પિટલની બહાર રિષભ પંતની બહેન ગુસ્સે થઈ ને કહ્યું કંઈક આવું

ક્રિકેટર ઋષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રીફર કરાયો છે. BCCIની આ જાહેરાત બાદ જ્યારે તેને મેક્સ હોસ્પિટલમાંથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો તે દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે મીડિયાથી લઈને તેના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાહકોના આ વર્તનથી ઋષભ પંતની બહેન એક ક્ષણ માટે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી. જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઋષભ પંતને હોસ્પિટલમાંથી બહાર લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ચાહકોની ભીડ જોઈને પંતની બહેન ગુસ્સે થઈ ગઈ હતી. તે સમયે એક વ્યક્તિ તરફ પાછળ ફરીને જોરથી બુમ પાડી, ‘ઇન્સાનિયત નહીં હૈ ક્યા આપ લોગ મેં’. તે વધુ કંઈ બોલે તે પહેલા જ ઋષભ પંતની સુરક્ષામાં તૈનાત પોલીસકર્મીઓએ તેને શાંત કરી અને આગળ વધવા માટે સંકેત કર્યો. એટલું જ નહીં પોલીસ અધિકારીઓ ત્યાં હાજર ચાહકોને યોગ્ય અંતર જાળવવાની અપીલ પણ કરી હતી.

મહત્વની વાત એ છે કે, ઋષભ પંતના જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું છે અને તેના જમણા કાંડા, પગની ઘૂંટી અને પગના અંગૂઠામાં પણ ઈજા થઈ છે. તેઓ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવશે.

ભારતીય ક્રિકેટ બોર્ડે સુનિશ્ચિત કર્યું છે કે, ઋષભ પંતને ઝડપથી સાજા થવામાં મદદ કરવા માટે તેને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું, ‘ઋષભ પંત ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તેમની સારવારનો તમામ ખર્ચ BCCI ઉઠાવશે. એવી સંભાવના છે કે ઋષભ પંત લગભગ 1 વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહી શકે છે.

નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે અકસ્માત નડ્યો હતો. તે કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર, તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ, ત્યારબાદ કારમાં આગ લાગી અને કાર પલટી ગઈ હતી. આ પછી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો.

પંત કારમાં એકલો જ હતો અને પોતે ગાડી ચલાવી રહ્યો હતો. ઘટના બાદ પંતે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ દરમિયાન તેને ઝોકું આવી ગયું હતું અને કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેના કારણે કારનો ભુક્કો બોલી ગયો હતો, પંતે જણાવ્યું કે, તે વિંડ સ્કીન તોડીને બહાર આવ્યો હતો. ત્યાર બાદ કારમાં ભીષણ આગ લાગી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page