પત્નીએ જ પતિની કુહાડીથી કરી હત્યા ને ઘર આગળ જ દાટ્યો મૃતદેહ

ઉદયપુર જિલ્લાના પરસાદ વિસ્તારમાં પત્ની દ્વારા પતિની હત્યા કરવાની ઘટના સામે આવી છે. અંદરો-અંદરો ઝઘડો થયા બાદ પત્નીએ કુહાડીના ઘા મારી પતિની હત્યા કરી હતી. હત્યા બાદ પત્નીએ પોતાના બે સગીર પુત્રોની મદદથી ઘરની આગળ ખાડો ખોદીને પતિના મૃતદેહને દાટી દીધો હતો.

હત્યા બાદ આરોપી પત્નીએ પરિવારના અન્ય સદસ્યોને પતિને બહાર મજુરી પર જવાને લઈને ગુમરાહ કરતી હતી પરંતુ તેની કાળી કરતુતનો પર્દાફાશ થઈ ગયો હતો. ઘટનાનો ખુલાસો થયા બાદ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે સગીર પુત્રોની શોધખોળ ચાલુ છે.

પોલીસ અધિકારી અનિલ બિશ્નોઈએ જણાવ્યું કે, પ્રાર્થી હરીશ પિતા ભીમા મીણા રહેવાી ખરબર એ ફલા હદાતે ફરિયાદ દાખલ કરાવી હતી કે 5 ડિસેમ્બરે તેનો મોટો ભાઈ રૂપલાલ મીણા પિતા ભીમા મીણા ઉંમર 49 વર્ષ ઘરે જોવા મળ્યો નહતો. ત્યાર બાદ જ્યારે ભાભી શારદાને પૂછવામાં આવ્યું તો તેણે મજુરી કરવા જવું છું તેમ કહ્યું હતું અને સંપર્ક કરવો નહીં તેવું કહ્યું. ત્યાર બાદ હરીશે તેની ભાભીની સાથે પોલીસ સ્ટેશન જઈને ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ તે સતત પરિવારના અન્ય સદસ્યોની મદદથી ભાઈને શોધી રહ્યો હતો પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં.

તે સમયે સોમવારે રૂપલાલને ગંધ આવવા લાગી ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગામના લોકોની મદદથી પાળી પર પથ્થરો હટાવીને જોયું તો શખ્સની હાડકાં જોવા મળ્યા હતાં. જેને લઈને પોલીસે શારદાની પૂછપરછ કરી તો તે ત્યાંથી ભાગવા લાગી હતી. જોકે પોલીસે તેને દબોચી લીધી હતી. પોલીસે શારદાની પૂછપરછ કરી તો તેણે કુહાડીથી હુમલો કરીને પતિની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું. આ સાથે પોતાના સગીર પુત્રોની મદદથી ઘરની બહાર ખાડો ખોદીને મૃતદેહને દાટી દીધો હતો.

પોલીસ પૂછપરછમાં શારદાએ જણાવ્યું કે, તેનો પિ રૂપલાલ દારૂની લત હતી અને તેની સાથે મારપીટ કરતો હતો. 25 ડિસેમ્બરે પણ દારૂના નશામાં તે ઘરે આવ્યો અને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે ગુસ્સામાં તેણે કુહાડીથી પોતાના પતિ પર હુમલો કર્યો હતો જેનાથી તેનું મોત નિપજ્યુ હતું. હત્યા બાદ તેણે પોતાના પતિના મૃતદેહને સંતાડવાનો પ્લાન ઘડ્યો. તેણે પોતાના બન્ને સગીર પુત્રોની મદદથી ઘરની આગળ રાતે ખાડો ખોદ્યો અને તેમાં લાશ દાટી દીધી હતી.

રૂપલાલની શોધખોળ ચાલી રહી હતી ત્યારે જ શારદાને પોતાની કરતૂતની શંકા ગઈ હતી. જેને લઈને તેણે થોડા દિવસ પહેલાં ઘરની બહાર દાટેલા મૃતદેહને બીજે ક્યાંક સંતાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. શારદાએ ખાડો ખોદ્યો અને દાટેલા પોતાના પતિના મૃતદેહના અમુક ભાગોને ખેતરમાં પથ્થરની નીચે સંતાડી દીધા હતા. એવામાં ત્યાં ગંદી સુંગધ આવતી હતી જેન લઈને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી અને બન્ને સગીર પુત્રોની શોધખોળ શરૂ કરી હતી.

Similar Posts