Friday, April 12, 2024
Google search engine
HomeFeature Bottomઆદિવાસી પરિવાર માટે ફરિશ્તો બનીને આવ્યો પોલીસ કોન્સ્ટેબલ, લોકો થાકતાં નથી વખાણ...

આદિવાસી પરિવાર માટે ફરિશ્તો બનીને આવ્યો પોલીસ કોન્સ્ટેબલ, લોકો થાકતાં નથી વખાણ કરતાં

લખનઉ: ઉત્તરપ્રદેશ પોલીસના એક કર્મચારીએ વિભાગનું માથું ગર્વથી ઉંચું કર્યું છે. ઝાંસીમાં પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર યાદવે ગરીબ આદિવાસી પરિવારની પુત્રીના લગ્નની જવાબદારી ઉપાડી તેને સાસરિયે વળાવી હતી. યુપી પોલીસનો આ ચહેરો જોઈને લોકો વખાણ કરતાં થાકતા નથી.

ઝાંસી જનપદમાં આદિવાસીઓની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ગરીબ પરિવારને પોતાની દિકરીના લગ્નની ચિંતા સતાવતી હતી. તેમની પાસે દિકરીના હાથ પીળા કરી સાસરિયે વળવવા માટે કંઈ જ નહોતું. પુત્રીના લગ્નને લઈને આખો પરિવાર ચિંતાતુર હતો.

દરમિયાન પોલીસ કર્મચારી જીતેન્દ્ર યાદવને કોઈએ આ પરિવારની મુશ્કેલી જણાવી હતી. જેણે આ પરિવારના દુ:ખ ને પોતાનું બનાવી લીધું હતું. જીતેન્દ્ર મદદ માટે આગળ આવ્યો. તેણે પોતાના અને અમુક લોકોના સહયોગથી 25 મેના રોજ આદિવાસી પરિવારના પુત્રીના લગ્ન કરાવ્યા હતા. જીતેન્દ્રએ લગ્નની સારી જવાબદારી જાતે ઉપાડી અને વિદાઈ સુધી બધું જ કામ સંભાળ્યું હતું.

મીડિયાને આ વાતની ખબર પડતાં તેણે ઘટનાની નોંધ લીધી હતી. જીતેન્દ્રએ જણાવ્યું કે હું એક સાધારણ વ્યક્તિ છું. મારાથી જે થાય છે તે કરું છું. જો મારા કારણે કોઈના ઘરમાં ખુશી આવે તો મને પણ ખુબ આનંદ થાય છે. હું આ પ્રકારની સેવા જીવું છું ત્યાં સુધી કરતો રહીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page