Saturday, April 13, 2024
Google search engine
HomeAjab Gajabહેલમેટ પહેર્યાં વગર બાઈક ચલાવવાથી પણ નહીં ભરવો પડે તમારે દંડ, જાણો...

હેલમેટ પહેર્યાં વગર બાઈક ચલાવવાથી પણ નહીં ભરવો પડે તમારે દંડ, જાણો કેવી રીતે

નવી દિલ્હીઃ દેશમાં હાલ ‘નવો મોટર વ્હીકલ એક્ટ 2019’ લાગુ થયા બાદ સોશિયલ મીડિયામાં તેને લઈને રમૂજ અને વિરોધમાં પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. નવા નિયમ અનુસાર હવે ટ્રાફિક નિયમ તોડવા પર તગડો દંડ વસુલવામાં આવી રહ્યો છે.

‘નવા મોટર વ્હીકલ એક્ટ’ બિલમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, ઓવરલોડિંગ, સીટ બેલ્ટ વગર ગાડી ચલાવવી સહિતના અનેક ગુના માટે દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. લોકો આ નિયમનને લઈને વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને તેને લઈને જાત જાતની રમૂજ પણ કરી રહ્યા છે.


નવા ટ્રાફિક નિયમની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં અનેક જોક પણ વાયરલ થયા છે. જેમાં લોકો વધારવામાં આવેલા દંડનો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જૂનો છે આથી આને જોઈને એવું ન માની લેતાં કે ટ્રાફિકના નવા નિયમ લાગૂ થયા બાદ આવું કંઈક થવા લાગ્યું છે.


વાયરલ વીડિયોમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે, ‘હેલ્મેટ વગર વાહન ચલાવવું ગુનો બને છે, પરંતુ ચાલીને નહીં.’ આ વીડિયોમા તમે જોઈ શકો છો કે ખૂબ જ વ્યસ્ત રસ્તા પર લોકો પોતાના વાહનને દોરીને જોવા મળી રહ્યા છે. આઈપીએસ અધિકારી પંકજ જૈને આ વીડિયોને ટ્વિટ કરતાં લખ્યું કે હતું કે, ‘ટ્રાફિક ચલણથી બચવાની અનોખી રીત અને જુગાડમાં ભારતીયો રાજા-રાણી છે, આ અંગે ઈન્કાર ન કરી શકાય.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page