Friday, April 19, 2024
Google search engine
HomeNationalમહિલા અધિકારીએ સ્પામાં દરોડા પાડ્યા તો મેનેજર જ યુવતી સાથે રૂમમાં કરતો...

મહિલા અધિકારીએ સ્પામાં દરોડા પાડ્યા તો મેનેજર જ યુવતી સાથે રૂમમાં કરતો હતો ગંદુ કામ!

નવી દિલ્હીમાં સ્પા સેન્ટરોની આડમાં ગોરખધંધા ચાલી રહ્યો છે તેનો ખુલાસો સતત દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલીવાલ કરી રહી છે. બુધવારે નવાદા વિસ્તારના બે સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા બાદ સ્વાતીએ ગુરુવારે સાંજે ઉત્તમ નગરમાં કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે, મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં સ્પા ચાલી રહ્યા છે. આ દરમિયાન તેઓએ ત્યાંના ક્રાઉન સ્પામાં દરોડો પાડ્યો અને ત્યાં પણ એવા જ દ્રશ્યો જોવા મળ્યાં જે નવાદાના બે સ્પામાં જોવા મળ્યા હતાં.


જેવી ટીમ ક્રાઉન સ્પામાં ઘૂસી ત્યાં દોડાદોડી થઈ ગઈ હતી. જેવો સ્વાતિએ એક રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં યુવક અને યુવતી નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને સ્વાતિ પણ શરમાઈ ગઈ હતી અને ત્યાંથી જતી રહી હતી. જોકે તે દરમિયાન યુવતી ભાગતી જોવા મળી પરંતુ યુવક નિર્વસ્ત્ર અવસ્થામાં ત્યાં જ ઊભો રહ્યો હતો. યુવકને જ્યારે કહેવામાં આવ્યું કે શું શરમ નથી આવતી! તો તેણે કપડાં પહેરવાનું શરૂ કરી દીધું પરંતુ આ દરમિયાન તેઓ કેમેરાની સામે ડર્યાં વગર ઊભો રહ્યો હતો. અહીં પણ કોન્ડોમ અને અનેક વાંધાજનક સામન પણ મળી આવ્યો હતો.


ક્રાઉન સ્પામાં દરોડા દરમિયાન ત્યાંનો મેનેજર જ એક રૂમમાં નિર્વસ્ત્ર યુવતીની સાથે ઝડપાયો હતો. આ દરમિયાન પહેલાં તો તેણે એમ કહ્યું હતું કે, અહીં ખોટા કામ થતાં નથી અને તે માત્ર થેરેપી લઈ રહ્યો હતો પરંતુ કડકાઈથી પૂછતાં તેણે કહ્યું હતું કે, હા, હું ખોટું કામ કરતો હતો. આ સાથે તેણે લેખિતમાં સ્વીકાર્યું હતું કે, સ્પામાં સેક્સ રેકેટ ચાલે છે. તેણે જણાવ્યું કે એક વ્યક્તિની સાથે સમય પસાર કરવા માટે યુવતીને એક હજાર રૂપિયા આપે છે.


સ્વાતિ માલીવાલે એક ટ્વિટમાં જાણકારી આપી કે ક્રોસરિવર મોલમાં ડઝનબંધ સ્પા ચાલી રહ્યા છે. આ શરમજનક છે. તેઓએ જણાવ્યું હતું કે, અહીં આવેલા ડે વન નામના સ્પામાં જતાં પણ આવો જ હાલ દેખાયો હતો. કપડાં પહેર્યાં વગરના યુવક યુવતીઓની સાથે બંધ રૂમમાં વાંધાજનક અવસ્થામાં મળી આવ્યા હતાં. સ્વાતિએ આ દરમિયાન તેમને સવાલ કર્યાં કે, જો તેના પરિવારની મહિલાઓ આવી કામ કરે તો તેઓએ કોઈ જવાબ ન આપ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page