Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઅમદાવાદ: બાઈક ચાલક અચાનક ભૂવામાં પડ્યો, બચાવવા લોકો દોડી આવ્યા

અમદાવાદ: બાઈક ચાલક અચાનક ભૂવામાં પડ્યો, બચાવવા લોકો દોડી આવ્યા

અમદાવાદના નરોડાથી દહેગામ જવાના રોડ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક જ મોટો ભૂવો પડતાં તે ખાડામાં ખાબક્યો હતો. અચાનક જ રસ્તા પર મોટો ભૂવો પડતાં બાઈક સાથે તે ખાડામાં ગરકાવ થયો હતો. બાઈક સવારને ભૂવામાં પડતો જોઈ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને બાઈક સવારને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ ક્રેઈનની મદદથી બાઈકને પણ બહાર કાઢ્યું હતું.

આ અકસ્માત નજરે જોનારા લોકો એવો રોષ વ્યક્ત કરતા હતા કે, આ વખતે અમદાવાદમાં સૌરાષ્ટ્ર જેવો વરસાદ પણ પડ્યો નથી છતાં પણ અમદાવાદમાં એકપણ રસ્તો સારાં રહ્યાં નથી. વરસાદને લીધે રસ્તા પર પડી ગયેલા ખાડાઓથી લોકો પરેશાન જોવા મળ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page