Sunday, April 14, 2024
Google search engine
HomeNationalનોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જતી હતી તો સસરાએ પુત્રવધુને માથામાં મારી ઈંટ

નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જતી હતી તો સસરાએ પુત્રવધુને માથામાં મારી ઈંટ

દેશની રાજધાની નવી દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના પ્રેમ નગર વિસ્તારમાં, 26 વર્ષની એક મહિલાને તેના સસરાએ તેના માથા પર એક પછી એક એમ ઘણી વખત ઈંટ વડે મારતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. ઘાયલ મહિલાને તેના પાડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કરી છે.

એક મહિલા પરિવાર ચલાવવા માટે નોકરી કરવા માંગતી હતી, પરંતુ તેના સસરાને તે પસંદ ન હતું, તેથી તે જે દિવસે નોકરીના ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી, તે દિવસે જ સસરા તેના પર ગુસ્સે થયા અને ઈંટ મારીને તેનું માથું ફોડી નાખ્યું. શું છે આખો મામલો, આવો અમે તમને વિગતવાર જણાવીએ…

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઘાયલ મહિલા નોકરી કરવા માંગતી હતી, જ્યારે તેના સસરાને તે પસંદ ન હતું. ઘટનાના દિવસે પણ આ મુદ્દે બંને વચ્ચે લાંબી બોલાચાલી થઈ હતી. જ્યારે મહિલા નોકરીનો ઈન્ટરવ્યુ આપવા બહાર ગઈ ત્યારે તેના સસરાએ તેને રોકી હતી, જેના કારણે બંને વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઈંટ મારતા પહેલા સસરાએ તેની પુત્રવધૂને ચેતવણી પણ આપી હતી, પરંતુ મહિલાએ તેની વાત ન માની એટલે તેણે ઈંટ ઉપાડી તેના માથા પર મારવા જ મંડ્યો હતો.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાનો વીડિયો બુધવારે વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ મામલાની નોંધ લેતા આરોપીને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

મહિલા પર હુમલો થયા બાદ સ્થાનિક લોકોએ તેને બચાવી હતી અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાના માથા પર એક ડઝનથી વધુ ટાંકા આવ્યા છે. મીડિયા સાથે વાત કરતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાની હજુ પણ સારવાર ચાલી રહી છે. તેમની હાલત સ્થિર છે. તેઓ અત્યારે નિવેદન આપવાની સ્થિતિમાં નથી. અમે યુવતીના પરિવારજનો સાથે વાત કરી છે.

તેણે આરોપ લગાવ્યો છે કે, યુવતી નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જઈ રહી હતી, જેના કારણે તેના સસરાએ તેના પર હુમલો કર્યો હતો. તે નોકરી કરવા માંગતી હતી અને તેના પરિવારને ટેકો આપવા માંગતી હતી. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page