Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratહવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

અમદાવાદ: વાવાઝોડું ‘હિકા’નો ખતરો હાલ ટળ્યો છે જોકે હવામાન વિભાગે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પુણેમાં વરસાદની આગાહી પ્રમાણે, રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરી છે.

‘હિકા’ વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્રિએટ થયા બાદ તે ઓમાન તરફ ફંટાયું છે. જોકે દરિયામાં ઊભા થયેલા વાવાઝોડાના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.


આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમથી ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની માહોલ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગુજરાતના ઉપર જણાવેલા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગે 27 અને 28 તારીખે અરવલ્લી, દાહોદ, મહિસાગરની સાથે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page